૧૮ જાન્યુઆરીએ યોજાશે જીટીયુનો પદવીદાન સમારંભ

૧૮ જાન્યુઆરીએ યોજાશે જીટીયુનો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે યોજાશે પદવીદાન સમારંભ

પદ્મવિભૂષણ ડોક્ટર કે એસ કસ્તુરીરંગન આપશે દીક્ષાંત પ્રવચન
૧૦૬૫૧૧ વિધાર્થીઓને એનાયત કરાશે પદવી

નવા વર્ષના આગમન બાદ કોરોના સંક્રમણના કેસમાં થયેલા ઘટાડા બાદ હવે ગુજરાત ટેકનોલોજી યુનીવર્સીટી દ્વારા પદવીદાન સમારંભ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ૧૮ જાન્યુઆરીએ જીટીયુનો પદવીદાન સમારંભ યોજાશે.જેમાં પદ્મવિભૂષણ ડોક્ટર કે એસ કસ્તુરીરંગન દીક્ષાંત પ્રવચન આપશે.

આગામી સોમવારના રોજ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારંભ તારીખ રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમના પ્રારંભમાં એનસીસી કૅડર દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે. કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 10માં પદવીદાન સમારંભને ખુલ્લો મૂકવામાં આવશે. રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એનઆઈઆઈટીના કુલાધિપતિ પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન દિક્ષાંત પ્રવચન આપશે.જયારે કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા GTUનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *