ભરૂચ LCB એ મશીનરી 5 કંપનીનું ડુપ્લિકેટ ઓઈલનો જથ્થો સહિત ₹7.28 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી

અંકલેશ્વર

 પાનોલીમાંથી કરોડોનું ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાયા બાદ લાખોનું ડુપ્લિકેટ ઓઇલનો કારોબારના 2 ગોડાઉન ઝડપાયા

 ભરૂચ LCB એ મશીનરી 5 કંપનીનું ડુપ્લિકેટ ઓઈલનો જથ્થો સહિત ₹7.28 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી

અલગ અલગ કંપનીના ડુપ્લિકેટ ઓઇલ બનાવી બ્રાન્ડેડના નામે ગેરેજો ઉપર હોલસેલમાં વેચવાનો વેપલો

પનોલીમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવતી કંપની પકડી પાડ્યા બાદ શુક્રવારે ભરૂચ LCB એ અંકલેશ્વરમાં 2 સ્થળે દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીઓનું ડપ્લિકેટ એન્જીન ઓઇલ બનાવતા 2 ગોડાઉનને ઝડપી લીધા છે. બે આરોપીઓની 5 કંપનીના ડુપ્લિકેટ ઓઇલ બાનવી વેચવાના વેપલામાં ₹7.28 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળતી બાતમી ના આધારે સંજાલી ગામે મહારાજા નગરમાં આવેલ ગ્રીન પ્લાઝામાં રેડ કરતા એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરી ,અલગ અલગ બ્રાંન્ડેડ કંપનીના નામે વેચાણ કરતો ઝડપાઇ જવા પામ્યો હતો.જ્યારે 

પોલીસ ટીમને લક્ષ્મણનગરમાં રોયલ એપાર્ટમેન્ટ દુકાનમાં પણ એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરતો હોવાનું માલુમ પડતા રેડ કરતા સફળતા મળી હતી .આમ જીઆઇડીસી પોલીસે ટીમે એક જ દિવસે અલગ અલગ જગ્યાથી રેડ કરી અંકલેશ્વરના ફૈઝાન મોહમંદ ઉમર ખત્રી અને હામીર યુસુફ શેખને પકડી લેવાયા હતા.બન્ને આરોપી લુબ્રીકેન્ટ ઓઇલમાં ડાઇ કલર સેમી ઓટોમેટીક ઓઇલ ફીલીંગ મશીનથી ડબ્બાઓમાં ફીલીંગ કરી , ઇન્ડકશન સીલીંગ મશીનથી સીલ કરી બહારથી ડબ્બાઓ તથા સ્ટીકરો મંગાવી બ્રાન્ડેડ કંપનીન ડુલ્પીકેટ એંજીન ઓઇલ બનાવી પેકીંગ કરતા હતા. બે ગોડાઉનમાંથી કુલ ₹7.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *