
રાજકોટમાં તસ્કરોએ ઉદ્યમ મચાવ્યો છે. રાજકોટ સ્થિત BSNLની ઑફિસમાં તસ્કરોએ તાળા તોડી ૧.૫૦ લાખના માળની ચોરી કરી છે. ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેને આધારે પોલીસે તપાસ આદરી છે રાજકોટના રતનપર ગામના પાટીયા પાસે આવેલ બીએસએનએલ એક્સચેન્જ ઓફિસના તાળા તોડી તસ્કરો પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં આવતા મોડ્યુલ અને કોપર વાયર કેબલ મળી કુલ ૧.૫૦ લાખની ચોરી કર્યાની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે સીસીટીવી આધારે તસ્કરો શોધખોળ હાથ ધરી છે.

બનાવવા અંગેની મળતી વિગતો અનુસાર નાના મોવા સર્કલ રહેતા અમિતભાઈ દિલીપભાઈ ઠાકરે કુવાળા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે રતનપર ગામના પાટીયા પાસે આવેલ બીએસએનએલ એક્સચેન્જ ઓફિસમાં તેઓ ગઈકાલ સવારે ગયા ત્યારે તેને ઓફિસનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને અંદર તપાસ કરતાં ઓફિસની અંદર રાખેલ જખઙજ પાવર પ્લાન્ટ ના મોડ્યુલ નંગ ત્રણ જેની કિંમત આશરે ૯૦,૦૦૦ અને ડીસી સપ્લાય માટેના કોપરના કેબલ વાયર આશરે ૬૦ મીટર જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦ તેમ મળી કુલ રૂ.૧.૫૦ લાખની ચોરી થયા હોવાનું જણાવતા તેને કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઓફિસના અને આસપાસના સીસીટીવી તપાસી આ તસ્કર ગેંગને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.