
અડાલજના શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનનું આયોજન
અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના સભા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે જ માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભુવાઓ, 17 કરતા પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો આ સભામાં ભાગ લઈ રહ્યા છે.

‘પશુઓ વગર ગુજરાન ચલાવવું મુશ્કેલ’
સમાજના પ્રવકતા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું, ગુજરાત સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો જે વર્ષ 2022 માં લાવી છે તે કાયદો સરકારી પડતર જમીન અંગે ગૌચરો તળાવો તેમના માન્યતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બિલ છે પ્રજાજનોને ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે કે ઢોર રસ્તા ઉપર આવતા પશુઓથી અકસ્માત થાય છે તે અંગેનો ઢોર અંકુશ નિયંત્રણ ભીલ છે જે ખરેખર તો ખુદ માલધારી સમાજ વારંવાર રજૂઆત કરે છે કે રોડ રસ્તા ઉપર પશુઓથી નિર્દોષ લોકોના અકસ્માત થાય છે તે વ્યાજબી નથી. કોર્પોરેશન વાળા કે ઢોર પકડવાની કામગીરી યોગ્ય છે પરંતુ સરકાર બે તારી નીતિ રાખીને એક બાજુ માલધારીઓને પશુઓ વગર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, બીજી બાજુ નિર્દેશ રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. સાથે સાથે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા ગાયો ડબ્બામાં પૂરવામાં આવ્યા છે તે ગાયો નીતિ નિયમ મુજબ દંડ લઈને છોડવામાં આવતી નથી. જે ગાયો કોર્પોરેશનના ડબ્બામાં ભૂખે મોતને ભેટી રહી છે અને તેના નાના બચ્ચા ગાયના દૂધ વગર ઘરે જ મૃત્યુ પામી રહ્યા છે. ગુજરાત સરકારમાં ગાય માટે દયા જેવું કાંઆ નથી.
