સિડનીની ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પર વંશીય ટીપ્પણી

સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પર જાતીય ટીપ્પણી
બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર વંશીય ટીપ્પણી
ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટે નોધાવી ફરિયાદ

સિડની ટેસ્ટમાં આવ્યો નવો વિવાદ

મેચના બીજા અને ત્રીજા દિવસે કરાઈ વંશીય ટીપ્પણી

સિડનીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે નવો વિવાદ સામે આવ્યો છે.ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પર ચાલુ મેચે વંશીય ટીપ્પણી કરવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેની સામે ટીમ ઇન્ડીયાના મેનેજમેન્ટે કાયદેસર ફરિયાદ પણ નોધાવી છે. ટીમ ઇન્ડીયાના ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર એક નવો વિવાદ સામે આવ્યો છે.ટીમ ઇન્ડીયાના મેનેજમેન્ટે આરોપ લગાવ્યો છે કે સિડનીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન તેના બે ખેલાડીઓ પર વંશીય ટીપ્પણી કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના બીજા અને ત્રીજા દિવસે દર્શકોએ ટીમ ઇન્ડીયાના બે બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સામે વંશીય ટીપ્પણી કરી હતી.
શનિવારે ત્રીજા દિવસની રમત બંધ રહ્યા બાદ ટીમ ઇન્ડીયાના સુકાની અજીન્કીય રહાણે અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને બંને એમ્પાયર પોલ રાયફલ અને પોલ વિલ્સનને બે ખેલાડીઓ પર વંશીય ટીપ્પણી કરવામાં આવી હોવાની જાણ કરી હતી.
ત્યારબાદ તમામ એમ્પાયર ,સુરક્ષા અધિકારીઓ અને ભારતીય ખેલાડીઓ વચ્ચે પાંચ મિનીટ વાતચીત થઇ હતી.અ ઉપરાંત ભારતીય સુરક્ષા અધિકારીઓએ પણ અંદાજે પાંચ મિનીટ સુધી મેદાનના સુરક્ષા કર્મીઓ સાથે ચર્ચા કરી હતી.આ દરમિયાન આઈસીસીના સુરક્ષા અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *