ફરીથી અરવિંદ કેજરીવાલનો કાઠીયાવાડનો પ્રવાસ કેમ કે, આપની આ બેઠકો પર છે નજર

  • Short Description

બીજેપીને 2017માં સૌરાષ્ટ્ર ધાર્યા કરતા વધુ નહોતું ફળ્યું જેથી બીજા પક્ષ એવા કોંગ્રેસમાં મતો વધુ મળ્યા હતા પરંતુ આ વખતે ત્રીજો ઓપ્શન લોકો પાસે આપનો છે. 

આવતી કાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમાં પણ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે કાલે બપોરે આવી પહોંચશે. ત્યારે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું ફોકસ સૌરાષ્ટ્ર પર પણ વધુ છે. જ્યાં મહોલ્લા સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર ઘણા સમયથી ચાલી રહ્યો છે. 

 અરવિંદ કેજરીવાલનો કાઠીયાવાડ પ્રવાસ ફરી એકવાર યોજાઈ રહ્યો છે આ પહેલા પણ તેમના કાઠીયાવાડના પ્રવાસો ઓગષ્ટમાં એક પછી એક યોજાયા હતા. ત્યારે આવતીકાલે બપોરે 1 વાગ્યે એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ પર ઉતરી બાય રોડ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે. 

ફરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા નવી ગેરન્ટી કેજરીવાલ આપી શકે છે. આ વખતે આમ આદમી પાર્ટી બીજેને ટક્કર આપવામાં અને ત્રીજો નહીં પરંતુ બીજો પક્ષ પણ સાબિત થાય તો નવાઈ નહીં.  જો કે, આજ સુધી ત્રીજો પક્ષ કોઈ ગુજરાતમાં ફાવ્યો નથી ત્યારે આમ આદમી પાર્ટી અત્યારથી જ ચર્ચામાં છે. તેમાં પણ અરવિંદ કેજરીવાલના એક પછી એક ગુજરાતના અને તેમાં પણ સૌરાષ્ટ્રના પ્રવાસો બીજેપીની રણનિતી સામે ટક્કર આપી શકે છે. કેમ કે, બીજેપીને 2017માં સૌરાષ્ટ્ર ધાર્યા કરતા વધુ નહોતું ફળ્યું જેથી બીજા પક્ષ એવા કોંગ્રેસમાં મતો વધુ મળ્યા હતા પરંતુ આ વખતે ત્રીજો ઓપ્શન લોકો પાસે આપનો છે. 

ખાસ કરીને વિવિધ પાર્ટીના દિગ્ગજ અને દરેક પાર્ટીની નજર સૌરાષ્ટ્રની અમરેલી, ધારી, લાઠી, ઉના, કોડીનાર, તલાલા, સોમનાથ, ધાનેરા, માંગરોલ, રાજુલા અને તળાજા, પોરબંદર સહિતની બેઠકો પર બાજ નજર છે. ત્યારે આપ પાર્ટી પણ આ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખી રહી છે ત્યારે કેજરીવાલના પણ એક પછી એક પ્રવાસો અન્ય પાર્ટીઓની ચિંતાઓ વધારી શકે છે. ત્યારે એક પછી એક ગેરન્ટી જે રીતે કેજરીવાલે ગુજરાતમાં આપી છે તેનો પ્રભાવ0 એટલા માટે પડ્યો છે કેમ કે, અત્યાર સુધી તેમને પંજાબમાં અને દિલ્હીમાં આપેલી વીજળીની ગેરન્ટીના વચનોને પૂરા પાડ્યા છે ત્યારે અન્ય મોટી બે પાર્ટીઓ બીજેપી અને કોંગ્રેસના વચનોના પાલન ક્યારેક થયા છે તો ક્યારેક અભરાઈએ ચડાઈ દેવાયા છે ત્યારે આ ફ્રેશ અને નવી પાર્ટીના વચનોની ગેરન્ટીની ચર્ચા વધુ થઈ રહી છે. 

અત્યાર સુધીની આ ગેરન્ટીઓ ચર્ચા બની 
ત્યારે ફરી એકવાર સૌ કોઈ વિચારી રહ્યા છે કે, આ વખતે તેઓ કઈ ગેરન્ટી આપશે કેમ કે, કેજરીવાલે અગાઉ ગુજરાતમાં 18 વર્ષથી મોટી યુવતીઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાની ગેરેન્ટી, 300 યુનિટ વીજળી ફ્રી, 10 લાખ યુવાનોને રોજગારી આપવી, રોજગારી ના મળે તો ખાતામાં 3 હજાર રુપિયા આપવા સહીતની ગેરન્ટીઓ આપી છે. આ ઉપરાંત વેપારીઓને પણ ગેરન્ટી આપી છે. ત્યારે વધુ કઈ ગેરન્ટી હશે તેને લઈને અત્યારથી જ ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *