
Nepal Flood નેપાળ જળપ્રલયમાં 18 ગુજરાતીઓ સંપર્કવિહોણા, સરકારનો સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત
Nepal Flood અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોના પ્રવાસીઓની યાદી જાહેર, પરિવારજનો માટે 24×7 હેલ્પલાઇન શરૂ
Nepal Flood નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના પગલે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસે ગયેલા ગુજરાતના 18 લોકો સંપર્કવિહોણા બન્યા હોવાની પ્રાથમિક સત્તાવાર માહિતી સામે આવી છે. ઘટનાને પગલે ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરી નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન શરૂ કર્યું છે.
Nepal Flood પ્રાપ્ત માહિતી મુજબ સંપર્કવિહોણા લોકોમાં અમદાવાદ, આણંદ, સુરત, રાજકોટ, ખેડા-નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જોકે, વલસાડના રોમા દિલીપભાઈ ઇંટવાલા નેપાળમાં સુરક્ષિત હોવાની માહિતી સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવી છે.
Nepal Flood સંપર્ક વિહોણા ગુજરાતીઓની વિગતો
અમદાવાદ
– અશોકભાઈ ધીરજલાલ કાપડી, મેમનગર — છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે 8:30 વાગ્યે.
– દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ, નવા વાડજ, મૂળ અમરેલી — અમેરિકન નાગરિક.
– ભાવિનકુમાર રજનીકાંત રાવલ, મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા — ઓસ્ટ્રેલિયન નાગરિક, 26 લોકોના ગ્રૂપ સાથે.
આણંદ
– બિમલકુમાર પટેલ, વિદ્યાનગર રોડ — અમેરિકન નાગરિક.
– જયમિનાબેન પટેલ, વિદ્યાનગર રોડ — અમેરિકન નાગરિક.
બંને ‘નમસ્તે નેપાળ ટ્રેકિંગ એન્ડ રિસર્ચ હબ’ મારફતે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા.
સુરત
– પરેશભાઈ નટવરલાલ પટેલ — હાલ અમેરિકામાં રહે છે.
– જ્યોતિબેન પરેશભાઈ પટેલ — હાલ અમેરિકામાં રહે છે.
– મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી — હાલ મુંબઈમાં રહે છે.
રાજકોટ
– જય દિનેશ કોટેચા — હાલ મુંબઈમાં રહે છે. છેલ્લો સંપર્ક ફ્રેન્ડશિપ બ્રિજ/ભોટે કોશી રિવર, રસુવાગઢી-કેરુંગ બોર્ડર પાસે થયો હતો.
ખેડા/નડિયાદ
– ઉમેશ ભોગીલાલ પટેલ — કેનેડિયન નાગરિક.
– આકાંક્ષાબેન ઉમેશ પટેલ — કેનેડિયન નાગરિક.
– ઈશાન પટેલ — અમેરિકન નાગરિક ત્રણેયના છેલ્લા 24 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી.
ગાંધીનગર
– અમિતા અમીન — અમેરિકન નાગરિક, છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
– તેજલ પટેલ — અમેરિકન નાગરિક, છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
– જિતેન્દ્ર પટેલ — અમેરિકન નાગરિક, છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
વડોદરા તરીકે દર્શાવાયેલા પ્રવાસીઓ
– કિન્નરી પટેલ — મણિનગર, અમદાવાદ.
– મિહિર પટેલ — મણિનગર, અમદાવાદ.
બંને ‘રીચા ટુર્સ પ્રા. લિ.’ મારફતે ગયા હતા અને છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે 4:51 વાગ્યે થયો હતો.
વલસાડ
– રોમા દિલીપભાઈ ઇંટવાલા — સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની માહિતી મુજબ હાલ નેપાળમાં સુરક્ષિત છે.
Nepal Flood પરિવારજનો માટે 24×7 હેલ્પલાઇન
ગુજરાતના નાગરિકો તથા તેમના પરિવારજનો તાત્કાલિક માહિતી અને સહાય માટે નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે:
– ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ: 079-23251900
– કંટ્રોલ રૂમ: 9978405304
– હેલ્પલાઇન: 1070
– District Emergency Operation Centre: 1077
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે:
– +977 985 131 6807
– +977 970 910 7500
ગુજરાત સરકાર દ્વારા ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહીને અસરગ્રસ્ત ગુજરાતીઓને શોધવા અને જરૂરી મદદ પહોંચાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નોંધ: આપેલી યાદી પ્રાથમિક સત્તાવાર માહિતી પર આધારિત છે. બચાવ કામગીરી આગળ વધતાં સંપર્ક અને સુરક્ષા અંગેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.