
આદિપુર પોલીસની કાર્યવાહી: બે બાઇક સાથે આરોપી ઝડપાયો, વાહન ચોરીના બે ગુના ઉકેલાયા
આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે બાઇક ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરતાં ગાંધીધામ ‘એ’ ડિવિઝન અને અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના બે વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસે પકડાયેલા આરોપી તબરેઝહુશેન દોસ્તમહોમદ સિપાહી (ઉં.વ. 20, રહે. ભારતનગર, ગાંધીધામ)ની પૂછપરછ દરમિયાન ચોરીની બે સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે. બંને વાહનોની કુલ કિંમત આશરે રૂ.1 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી સંજય ગાંડાભાઇ દેવીપૂજક (રહે. વારાહી, પાટણ) હાલ પાલારા જેલ હવાલાતમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
આદિપુર પોલીસે કાર્યવાહી દ્વારા વાહન ચોરીના બે ગુનાઓ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
