pm modi આવનારા 100 રવિવાર બદલશે ભારતનું ભવિષ્ય, PM મોદીએ શરૂ કર્યું ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન

pm modi આવનારા 100 રવિવાર બદલશે ભારતનું ભવિષ્ય, PM મોદીએ શરૂ કર્યું ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન

Pm modi વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને નશાના દૂષણથી મુક્ત કરી વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનાવવા માટે ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ની શરૂઆત કરી છે. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે શરૂ કરાયેલા આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં દેશભરની 28 હજારથી વધુ જગ્યાઓ પરથી એક કરોડથી વધુ યુવા સ્વયંસેવકો જોડાયા હતા અને નશામુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો. વડાપ્રધાને જણાવ્યું કે આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ વ્યક્તિ, પરિવાર, સમાજ અને સમગ્ર રાષ્ટ્રના ભવિષ્ય સાથે જોડાયેલું જનઆંદોલન છે. તેમણે કહ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે દેશના યુવાનોનું સ્વસ્થ, સશક્ત અને નશામુક્ત હોવું અત્યંત જરૂરી છે.

Pm modi વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કડક શબ્દોમાં જણાવ્યું કે કેટલાક દુશ્મન દેશો ડ્રગ્સ દ્વારા ભારતના યુવાનોને નિશાન બનાવી દેશને અંદરથી નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ગેરકાયદે ડ્રગ્સના વેપારને દુશ્મનના આતંકવાદી એજન્ડાનો ભાગ ગણાવતા કહ્યું કે સરકાર આવા તત્વો સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડ રૂપિયાના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ જુઓ : યુવાનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો સંવાદ

Pm modi તેમણે આગામી 100 રવિવારને નશામુક્ત ભારત તરફના 100 મજબૂત પગલાં ગણાવ્યા અને દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી. તેમના જણાવ્યા મુજબ દર રવિવારે દેશભરમાં રમતગમત સ્પર્ધાઓ, વોકાથોન, યોગ અને ધ્યાન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટકો તેમજ નશા વિરોધી જાગૃતિ અભિયાનો યોજાશે. આ સમગ્ર અભિયાનનું નેતૃત્વ MY Bharatના યુવા સ્વયંસેવકો કરશે અને 50મા, 75મા તથા 100મા અઠવાડિયે શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વયંસેવકો અને સંસ્થાઓનું સન્માન પણ કરવામાં આવશે.

Pm modi વડાપ્રધાન મોદીએ પરિવારોને પણ મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે જો કોઈ યુવાન નશાની ચપેટમાં આવી જાય તો સામાજિક પ્રતિષ્ઠાના ડરથી વાત છુપાવવાને બદલે તરત જ તબીબી સારવાર અને માર્ગદર્શન લેવું જોઈએ. તેમણે માતા-પિતાને બાળકો સાથે ખુલ્લો સંવાદ જાળવવાની સલાહ આપી અને કહ્યું કે આજના યુવાનો દેશની ‘અમૃત પેઢી’ છે. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સૌથી મોટી જવાબદારી આજના યુવાનોના ખભા પર છે અને નશામુક્ત યુવા જ વિકસિત ભારતનો મજબૂત પાયો બની શકે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *