
Exam Postponed : ભારે વરસાદને પગલે GSSSBની 6 પરીક્ષાઓ મોકૂફ, ઉમેદવારો માટે મહત્વની જાહેરાત
Exam Postponed ગાંધીનગર: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ આવતીકાલે 24 જુલાઈના રોજ યોજાનારી તમામ 6 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

Exam Postponed મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓમાં સિનિયર કારકુન (Higher Level), સિનિયર સર્વેયર, સુપરવાઈઝર, લેબ ટેક્નિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ અને ફાર્માસિસ્ટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓનો સમાવેશ થાય છે.
GSSSBએ જણાવ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પાણી ભરાવા અને પરિવહન વ્યવસ્થામાં પડેલી અસરને કારણે ઉમેદવારોને મુશ્કેલી ન પડે તેમજ તેમની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંડળ દ્વારા પરીક્ષાની નવી તારીખો અંગેની જાહેરાત ટૂંક સમયમાં સત્તાવાર રીતે કરવામાં આવશે. ઉમેદવારોને GSSSBની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.
