Samras Vidyasetu સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાનનો પ્રારંભ, 80 હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોને ફરી શાળામાં જોડવાનો સંકલ્પ

Samras Vidyasetu સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાનનો પ્રારંભ, 80 હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોને ફરી શાળામાં જોડવાનો સંકલ્પ

Samras Vidyasetu અમદાવાદથી રાજ્યવ્યાપી ‘સમરસ વિદ્યાસેતુ’ મહાઅભિયાનનો પ્રારંભ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શાળા છોડી ચૂકેલા 80 હજારથી વધુ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ડ્રોપઆઉટ દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને હવે રાજ્ય સરકારનો લક્ષ્ય ‘ઝીરો ડ્રોપઆઉટ’ હાંસલ કરવાનો છે.

Samras Vidyasetu મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ અભિયાન માટે જિલ્લાવાર ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. શિક્ષકો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, શાળા વ્યવસ્થાપન સમિતિઓ અને સામાજિક આગેવાનોના સહયોગથી દરેક બાળક સુધી પહોંચીને તેમને તેમની ઉંમર અનુસાર યોગ્ય ધોરણમાં ફરી પ્રવેશ અપાશે. અભ્યાસમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સ, પૂરક શિક્ષણ અને વિશેષ માર્ગદર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

Samras Vidyasetu શિક્ષણની ગુણવત્તા પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે ગુજરાત ઉદ્યોગ અને રોજગારી માટે દેશનું સૌથી પસંદગીનું રાજ્ય બની રહ્યું છે. આવા સમયમાં રાજ્યના યુવાનો વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધી શકે તે માટે મજબૂત અને ગુણવત્તાસભર શિક્ષણ અત્યંત જરૂરી છે. તેમણે વાલીઓને પણ બાળકોના નિયમિત શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ શિક્ષકોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે આજે બાળક બે દિવસ શાળામાં ગેરહાજર રહે તો શિક્ષક તેના ઘરે પહોંચી કારણ જાણે છે. સરકારી અને મહાનગરપાલિકાની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરતાં હવે અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

Samras Vidyasetu શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે ‘સમરસ વિદ્યાસેતુ’ માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરતું જનઆંદોલન છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ડ્રોપઆઉટ દરને શૂન્ય સુધી લાવવા માટે કટિબદ્ધ છે. અભિયાન અંતર્ગત ઘર મુલાકાત, મેન્ટરશિપ, બ્રિજ કોર્સ અને સતત મોનિટરિંગ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ફરી જોડવામાં આવશે.

Samras Vidyasetu શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું કે રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું કે અર્લી ટ્રેકિંગ સિસ્ટમ, ચાઇલ્ડ મોનિટરિંગ સિસ્ટમ, રેમેડિયલ કોર્સ અને રહેણાંક શાળાઓ જેવી વ્યવસ્થાઓ દ્વારા શિક્ષણથી વંચિત બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં દાખલ કરવામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનસામગ્રી અને સહાય પૂરી પાડવામાં નોંધપાત્ર યોગદાન આપનારી વિવિધ સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *