Gujarat Semiconductor Plant : ‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન

Gujarat Semiconductor Plant : ‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન

Gujarat Semiconductor Plant : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ GIDC ખાતે ‘કેન્સ સેમિકોન’ (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ માઇક્રોન ટૅક્નોલૉજી બાદ આ બીજી એવી પરિયોજના છે જ્યાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે.

Gujarat Semiconductor Plant : ભારત એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયર : PM મોદી

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કહ્યું કે, ‘કેન્સ, જે એક ભારતીય કંપની છે, તે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો એક મજબૂત હિસ્સો બની ગઈ છે. આ સુવિધામાં ઉત્પાદન શરૂ થવાની સાથે જ ભારત એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા સાબિત કરી રહ્યું છે.’

Gujarat Semiconductor Plant : PM મોદીએ વૈશ્વિક પડકારોનો પણ ઉલ્લેખ કર્યો

વૈશ્વિક પડકારો અને ભારતની ભૂમિકા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘આ દાયકાએ દુનિયા સામે મહામારી અને સંઘર્ષ જેવા અનેક પડકારો ઊભા કર્યા, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇનને સૌથી વધુ નુકસાન થયું છે. આવા સમયે ભારત જેવા લોકતાંત્રિક દેશની આ દિશામાં પ્રગતિ આખી દુનિયાના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભારતનું સેમિકન્ડક્ટર મિશન માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ તે ભારતના આત્મવિશ્વાસની ઘોષણા છે.’ હાલમાં દેશના છ રાજ્યોમાં 1.60 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 10 પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Gujarat Semiconductor Plant : ‘ભારત દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે’

Gujarat Semiconductor Plant : ભવિષ્યના લક્ષ્યાંકો અને ‘સેમિકન્ડક્ટર મિશન 2.0’ વિશે માહિતી આપતાં તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વર્ષના બજેટમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0ની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ભાર સેમિકન્ડક્ટર ઉપકરણો અને સામગ્રીના ઉત્પાદન પર છે. અમારો પ્રયાસ દેશની અંદર એક પૂર્ણ-સ્ટેક સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. અમે દેશમાં મહત્ત્વપૂર્ણ ખનિજોનો રાષ્ટ્રીય ભંડાર સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. 21મી સદીનું ભારત માત્ર પરિવર્તનનું સાક્ષી બનીને જ આગળ નથી વધી રહ્યું, પરંતુ તેનું નેતૃત્વ કરવાના દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.’

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *