JUNAGADH ABC ASSETS CASE : જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે રૂ. 1.74 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો

JUNAGADH ABC ASSETS CASE : જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે રૂ. 1.74 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો

JUNAGADH ABC ASSETS CASE
JUNAGADH ABC ASSETS CASE

JUNAGADH ABC ASSETS CASE : જૂનાગઢ મહાનગરપાલિકાની મેલેરિયા શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલકત (Disproportionate Assets)ના આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે. ACBની તપાસમાં ખુલ્યું છે કે, અધિકારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આવક કરતાં 62.8 ટકા વધુ સંપત્તિ મેળવી છે, જેની કુલ કિંમત આશરે રૂ. 1.74 કરોડ છે.

એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. કરમુર દ્વારા જૂનાગઢ ACB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર, વર્ષ 2020માં જૂન મહિનામાં અમદાવાદ એસીબીને એક અરજી મળી હતી. આ અરજીના આધારે તપાસ જૂનાગઢ એસીબીને સોંપવામાં આવી. અધિકારી હરસુખ રાદડિયા અગાઉ વર્ષ 2009થી જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતની મેલેરિયા શાખામાં ફરજ બજાવતા હતા, અને હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં બાયોલોજિસ્ટ તરીકે કાર્યરત છે.

JUNAGADH ABC ASSETS CASE : તપાસ દરમિયાન વર્ષ 2009થી 2021 સુધીના 12 વર્ષના સમયગાળાની આવકના સ્ત્રોત, ખર્ચ અને મિલકતોની વિગતો એકત્ર કરવામાં આવી. આમાં અધિકારીના પગાર અને ભથ્થાની વિગતો,બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ,સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી અધિકારી અને તેમના પરિવારના નામે નોંધાયેલી મિલકતોના દસ્તાવેજોની માહિતીનો મળી આવી હતી.

આ તમામ વિગતોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ગાઇડલાઇન્સ મુજબ A-B-C-D પત્રકો તૈયાર કરીને ગણતરી કરવામાં આવી. પરિણામે, અધિકારી પાસે રૂ. 1,74,32,085ની અપ્રમાણસર મિલકત હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *