
New Year Celebration અમદાવાદમાં ન્યૂ યર સેલિબ્રેશનને લઈ ટ્રાફિક એડવાઈઝરી જાહેર: સી.જી. રોડ અને સિંધુ ભવન રોડ વાહનો માટે બંધ રહેશે
New Year Celebration નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજથી 1લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.
New Year Celebration સી.જી. રોડ પર નો-વ્હીકલ ઝોન
31મી ડિસેમ્બર સાંજે 6:00 થી 1લી જાન્યુઆરી વહેલી સવારે 3:00 વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો સી.જી. રોડ તમામ વાહનો માટે બંધ રહેશે તેમજ સી.જી. રોડની બંને બાજુએ પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાત્રે 8 વાગ્યા પછી આ માર્ગ પર વાહનોની અવરજવર સદંતર બંધ કરવામાં આવશે.
New Year Celebration વૈકલ્પિક માર્ગ
વાહનચાલકો મીઠાખલી સર્કલ, ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ રોડ અથવા નવરંગપુરા બસ સ્ટેન્ડથી વાણિજ્ય છ રસ્તાના માર્ગનો ઉપયોગ કરી શકશે.
New Year Celebration સિંધુ ભવન રોડ (SBR) પર પ્રતિબંધ
31મી ડિસેમ્બર રાત્રે 8:00 થી 1લી જાન્યુઆરી મોડી રાત્રે 3:00 વાગ્યા સુધી જાજરમાન ક્રોસ રોડથી તાજ સ્કાયલાઈન ક્રોસ રોડ સુધીનો રોડ બંને તરફથી બંધ રહેશે.
New Year Celebration વૈકલ્પિક માર્ગ
વાહનોને જાજરમાન ચાર રસ્તાથી ઉમિયા ટ્રેડર્સ થઈ તાજ સ્કાયલાઈન તરફ અને આંબલી ઓવરબ્રિજથી શિલાજ સર્કલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
New Year CelebrationSG હાઈવે અને અન્ય મહત્વના નિયમો
સમગ્ર શહેરમાં મધ્યમ અને ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. એસ.જી. હાઈવે પર માત્ર પરમિટ ધરાવતા પેસેન્જર વાહનોને મંજૂરી મળશે. અન્ય વાહનોએ એસ.પી. રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
New Year CelebrationSG પાર્કિંગ પ્રતિબંધ
પકવાન ચાર રસ્તાથી સનંદ ચોકડી અને નેહરુનગરથી શિવરંજની-ઈસ્કોન ચાર રસ્તા સુધીના સર્વિસ રોડ પર પાર્કિંગ કરી શકાશે નહીં
New Year CelebrationSG પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરના વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ નાગરિક આ નિયમોનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરે અને સુરક્ષિત ઉજવણી માટે પોલીસ તંત્રને સહયોગ આપે.