MURDER BEFORE A DAY OF WEDDING : લગ્નના દિવસે ફેરા ફરવાના એક કલાક પહેલા વરરાજાએ દુલ્હનની લોખંડના પાઇપ મારી હત્યા કરી

MURDER BEFORE A DAY OF WEDDING : લગ્નના દિવસે ફેરા ફરવાના એક કલાક પહેલા વરરાજાએ દુલ્હનની લોખંડના પાઇપ મારી હત્યા કરી

MURDER BEFORE A DAY OF WEDDING
MURDER BEFORE A DAY OF WEDDING

MURDER BEFORE A DAY OF WEDDING : ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આજે સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે. સોનીબેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો.

આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે સિટી DYSP આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેન નામની યુવતીની ઘરે આજે સવારે તેના ભાવિ પતિ સાજને જ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છૂટ્યો હતો. જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *