THE TRAGIC END OF AFFAIR : રાજકોટમાં પતિએ પત્ની પર ફાયરિંગ,કરી અને પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી.

THE TRAGIC END OF AFFAIR : રાજકોટમાં પતિએ પત્ની પર ફાયરિંગ,કરી અને પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી.

THE TRAGIC END OF AFFAIR
THE TRAGIC END OF AFFAIR

THE TRAGIC END OF AFFAIR : રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત આવતા એક બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે.

THE TRAGIC END OF AFFAIR
THE TRAGIC END OF AFFAIR

THE TRAGIC END OF AFFAIR : હાલ પત્નીની હાલત ગંભીર છે તેને પહેલાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. FSL ટિમ આવી રિવોલ્વર કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા પતિએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ એક બિલ્ડીંગના પટાંગણમાં પોતાની પત્નીને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘર છોડી એક બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી પતિ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું.

આમ છતાં પત્ની ઘરે પરત ન આવતી હતી આજે સવારે રોષે ભરાયેલ પતિએ પત્ની યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.

THE TRAGIC END OF AFFAIR
THE TRAGIC END OF AFFAIR

રાજકોટ શહેર એસીપી વેસ્ટ રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, આજે સવારના સમયે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હદમાં આવેલ નાગેશ્વર વિસ્તરમાં સમેત શિખર કોમ્પ્લેક્ષ પટાંગણમાં એક વ્યક્તિએ ગૃહ ક્લેશના કારણે પત્ની સાથે ઝઘડો થયો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્નીને ગોળી મારી બાદમાં પોતે જાતે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *