
BREAKING રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર
BREAKING રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર :ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદથી પાંચ જિલ્લાના 800 ગામમાં પાક નુકસાનનું વળતર ફાળવ્યું
BREAKING રાજ્ય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025ના મહિનામાં ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાનને પગલે ખેડૂતોને મદદરૂપ થવા માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. SDRF અને રાજ્ય સરકારના હિસ્સા રૂપે કુલ 947 કરોડની વળતરની સહાય ફાળવવામાં આવી છે.
BREAKING જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ–થરાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ધાન, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને અન્ય પાકોમાં મોટું નુકસાન થયું છે. કુલ 18 તાલુકાના આશરે 800 ગામોમાં પાક નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.