
બોટાદના હડદડ ગામે ખેડૂત મહા પંચાયતમાં હોબાળો, પોલીસ વાહન પર પણ પથ્થરમારો, ટિયર ગેસના શેલ છોડાયા
બોટાદ કિસાન મહાપંચાયત એલાન પછી આજે (12 ઓક્ટોબર) ગુજરાતભરમાં આપના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે, ત્યારે કિસાન મહાપંચાયત સભામાં જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી છે.
જ્યારે બોટાદના હડદડમાં ચાલી રહેલી AAPની સભામાં પોલીસ પહોંચી હતી. આ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો કરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.