
Ahmedabad mall : અમદાવાદના મોલમાં ચેન્જિંગ રૂમમાં સગીરાનો વીડિયો બનાવતો યુવક ઝડપાયો
Ahmedabad mall : અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના મેક્સ શો રૂમમાં ચેન્જિંગ રૂમની અંદર સગીરાનો વાંધાજનક વીડિયો બનાવતો એક યુવક પકડાયો છે.
Ahmedabad mall : મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના પતિ અને 14 વર્ષની પુત્રી સાથે મોલમાં શોપિંગ કરવા ગઈ હતી. પુત્રી કપડાં ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ ત્યારે એક અજાણ્યો યુવક પોતાના મોબાઇલ ફોનનો કેમેરો જમીન પરથી અંદર મુકીને વીડિયો બનાવવાનો પ્રયાસ કરતો હતો. સગીરાએ આ બાબતને તરત જ ભાંપીને મોબાઇલ છીનવી લીધો અને બહાર આવી માતા-પિતાને જાણ કરી.
Ahmedabad mall : પછી પરિવારજનોએ મોબાઇલ ચેક કરતાં તેમાં ચેન્જિંગ રૂમના અનેક વીડિયો મળ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે અને તેની પાસેમાંથી અન્ય વાંધાજનક વિડિયો પણ મળી આવ્યા છે.
Ahmedabad mall : હાલમાં પોલીસે આરોપી સામે પોક્સો અને અન્ય સંબંધિત કાયદાકીય કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.