અમદાવાદમાં ગરબા આયોજકનો આપઘાત

અમદાવાદમાં ગરબા આયોજકનો આપઘાત

અમદાવાદમાં ગરબા આયોજકનો આપઘાત: નાણાકીય સંકડામણને કારણે જીવ ટૂંકાવ્યો

અમદાવાદ હાથીજણ સર્કલ પાસે ઘટના, સ્યુસાઈડ નોટ મળી

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. હાથીજણ સર્કલ નજીક વૃંદાવન પાર્ટી પ્લોટમાં યોજાયેલા ગેલેક્સી રાસ ગરબાના મુખ્ય આયોજક મયંક પરમારએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

નાણાકીય તંગી અને ગરબા ટિકિટનું દબાણ

અમદાવાદ થી મળતી માહિતી અનુસાર, મયંક પરમાર વટવા GIDC વિસ્તારમાં ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા. તેમણે ગરબા કાર્યક્રમ માટે 2 લાખ રૂપિયાની લોન ઉછીની લીધી હતી. સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે ગરબા માટે કોઈ એડવાન્સ ટિકિટ વેચાઈ નહોતી અને ઉપરથી વ્યક્તિગત લોનનું ભારે દબાણ હતું.

મયંક પરમારે અમિત પંચાલ નામના વ્યક્તિ પાસેથી 10 દિવસ માટે 10% વ્યાજે લોન લીધી હતી અને તેના બદલામાં 2 કોરા ચેક આપ્યા હતા. નાણાકીય સંકડામણ અને ટિકિટ વેચાણ ન થવાને કારણે તેઓએ જીવ ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ગરબા કાર્યક્રમ રદ, પોલીસે તપાસ શરૂ કરી

નવરાત્રિના અંતિમ દિવસે થયેલી આ ઘટનાના કારણે ગરબા કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી મળેલી સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *