બોટાદમાં નકલી RAW અધિકારી ઝડપાયો, નોકરી આપવાના બહાને લોકોને છેતરતો હતો

બોટાદમાં નકલી RAW અધિકારી ઝડપાયો, નોકરી આપવાના બહાને લોકોને છેતરતો હતો

બોટાદમાં નકલી RAW અધિકારી ઝડપાયો, નોકરી આપવાના બહાને લોકોને છેતરતો હતો

બોટાદ: લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે બોટાદ શહેરમાંથી એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતે ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)નો અધિકારી હોવાનું જણાવી લોકોને નોકરી આપવાના બહાને છેતરવાનો પ્રયાસ કરતો હતો.

માહિતી અનુસાર, બોટાદના ગઢડા રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ ઈસામલિયાને પોલીસે નાગલપર દરવાજા પાસે બાતમીના આધારે ઝડપી લીધો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે, મહેશ ઈસામલિયાએ નકલી ઓળખ પત્ર બનાવડાવીને પોતે RAW અધિકારી હોવાનો દાવો કરતો હતો. આ બનાવટી ઓળખનો ઉપયોગ કરીને તે લોકોને નોકરીની લાલચ આપતો હતો અને સંભવતઃ પૈસા પડાવવાનો પ્રયાસ કરતો હતો. પોલીસે તેની પાસેથી અખબારોના ઓળખપત્રો પણ કબજે કર્યા છે.

વિશેષ વાત એ છે કે આ બનાવટી RAW અધિકારીનું ઓળખ પત્ર બોટાદમાં આવેલ ઓમ ગ્રાફિક્સ ખાતે તૈયાર કરાવાયું હતું. જેના કારણે LCB પોલીસે મહેશ ઈસામલિયા તેમજ ઓમ ગ્રાફિક્સના સંચાલક અંકિત પરમાર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

હાલમાં પોલીસે મહેશ ઈસામલિયાની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *