Mass suicide Mass suicide : બનાસકાંઠાની થરાદ નર્મદા કેનાલમાં સામુહિક આપઘાત

Mass suicide Mass suicide : બનાસકાંઠાની થરાદ નર્મદા કેનાલમાં સામુહિક આપઘાત

Mass suicide Mass suicide : થરાદમાં જમડા પુલ પાસે આવેલી મુખ્ય કેનાલમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. કેનાલ પાસેથી એક મોટરસાયકલ, મહિલાઓની ચંપલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ વસ્તુઓના આધારે ચાર લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાં શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા છે.

Mass suicide Mass suicide : ડૂબેલા લોકોની ઓળખ અને શોધખોળની તજવીજ

સ્થાનિક તંત્ર દ્વારા કેનાલમાં ડૂબેલા લોકોની ઓળખ અને તેમને શોધવાની કામગીરી ચાલુ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Mass suicide Mass suicide : થરાદ નર્મદા કેનાલમાં બે વ્યક્તિએ ઝંપલાવી આપઘાત કરતાં ચકચાર

ગઈકાલે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ, સવારે પ્રથમ કોલ મળ્યો હતો. થરાદ-ઠીમા રોડ પર ઠાકર રેસીડેન્સી પાસે રોડના કામ દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાં એક ગાય રાત્રિથી ફસાયેલી હતી. ફાયર ટીમે તાત્કાલિક પહોંચીને ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી અને ખુલ્લા વિસ્તારમાં છોડી દીધી. બપોરે બીજો કોલ મળ્યો હતો. મુખ્ય નર્મદા કેનાલમાં ખાનપુર ફાટક પાસે એક યુવકે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી. ફાયર ટીમે બે કલાકની જહેમત બાદ યુવકની મૃતદેહ શોધી કાઢી અને તેના પરિવારજનોને સોંપી. બપોરે પછી ત્રીજો કોલ મળ્યો હતો. આ કેસમાં સાંજ સુધી શોધખોળ કરવા છતાં કોઈ મૃતદેહ મળી નથી. ફાયર ટીમે સવારથી સાંજ સુધી સતત કામગીરી કરી હતી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *