BHAGVAT KATHA IN MANDVI : બ્રહ્મલીન નારાયણ સ્વામીની નિર્વાણતિથિ નિમિત્તે ભાવગત કથા ની તડામાર તૈયારીઓ આરંભાઈ

માંડવીમાં ભાગવત કથાનું મંડપારોપણ કરાયું

બ્રહ્મલીન નારાયણ સ્વામીની નિર્વાણતિથિ નિમિત્તે ૯ થી ૧૫ સપ્ટેમ્બરે ભાગવત કથા યોજાશે

માંડવી ખાતે ભજન સમ્રાટ બ્રહ્મલીન નારાયણ બાપુની રજત નિર્વાણતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત દિવ્ય કથાનું આયોજન શાખા ગ્રાઉન્ડ ખાતે કરાયું છે.કથાનાં મંડપારોપણ મહંત શ્યામાભારતી બાપુની હાજરીમાં શૈલેષ મડિયાર, મંગલભાઈ ગઢવી, રોનક દરજીના હસ્તે થયું હતું. કથાકાર અશ્વિનકુમાર શાસ્ત્રીનાં વ્યાસાસ્થાને તા. ૯/૯/૨૦૨૫ મંગળવારથી ભાગવત કથા યોજાનાર છે. જેની તૈયારીઓ નારાયણપ્રેમીઓ દ્વારા થઈ રહી છે.

કથાકારે તપોભૂમિથી ભજનોની આલ્લેખ જગાડનારા બ્રહ્મલીન નારાયણબાપુએ ભજન દ્વારા ભગવાનને પામવાનો ભજનવાણીના સાક્ષાત્કાર જગતને કરાવ્યા હતા, ત્યારે આ દિવ્ય કથાનો લાભ મળી રહ્યો છે. એમ જણાવ્યું હતું. કથા સમિતિના પ્રમુખ સામતસિંહ સોઢાએ કથાનાં આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી.
સાધ્વીજી જયાભારતીજી, ચારણ સમાજના અગ્રણી કૈલાસદાન ગઢવી, દીપકભાઈ સોની, દેવરાજભાઈ ગઢવી, નરેનભાઈ સોની, મુકેશભાઈ જોશી, ડો. પારૂલબેન ગોગરી, શાંતિલાલ ગણાત્રા, સુજાતાબેન ભાયાણી, પલ્લવીબેન દવે, લક્ષ્મીદાસ કંસારા, ભરત ગઢવી, પ્રવીણભાઈ દરજી, ગોપાલ ગઢવી, રોનક દરજી સહિત ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ આશ્રમથી શાખા ગ્રાઉન્ડ (બાબાવાડી) સુધી શોભાયાત્રામાં ભાવિકો જોડાયા હતા. વ્યવસ્થા પીયૂષ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા, કિશન રોનક, વિશ્રામ ગઢવી સહિતે સંભાળી હતી.