
Silver Jewellery : 1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા
Silver Jewellery : ભારતમાં હવે ચાંદીના ઘરેણાં માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી સરકારે ચાંદીના ઘરેણાં પર નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરી છે. તે હજુ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોની ઈચ્છા પર આધાર રાખે છે. એનો અર્થ એ કે, જો તમે ઈચ્છો તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકો છો, અથવા હૉલમાર્ક વિનાની પણ ખરીદી શકો છો. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણા જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે, ભારતમાં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ પહેલાથી જ ફરજિયાત છે.
Silver Jewellery : શું હોય છે?
Silver Jewellery : હૉલમાર્કિંગ એટલે ધાતુની શુદ્ધતાની સત્તાવાર ગેરન્ટી. જ્યારે કોઈ ઘરેણાંના ટુકડા પર હૉલમાર્કનું નિશાન હોય છે, તો તેનો અર્થ એ થાય છે કે તેનું પરીક્ષણ ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. સોનાની જેમ હવે આ નિશાન ચાંદીના ઘરેણાં પર પણ જોવા મળશે. આનાથી ગ્રાહકો માટે ખરીદેલા ઘરેણાઅસલી છે કે ભેળસેળયુક્ત છે તે ઓળખવામાં સરળતા રહેશે.

Silver Jewellery : નવો ફેરફાર કેમ લાવવામાં આવ્યો..?
Silver Jewellery : બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ચાંદીની શુદ્ધતા માટે 6 નવા સ્ટાન્ડર્ડ્સ નક્કી કર્યા છે – 800, 835, 900, 925, 970 અને 990. આ સાથે જ હવે દરેક હોલમાર્કવાળા ઘરેણાંમાં 6-અંકનો HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર) હશે. આ યુનિક કોડ ગ્રાહકને તાત્કાલિક જાણકારી આપશે કે ઘરેણાં કેટલા શુદ્ધ છે અને ખાતરી કરશે કે તે અસલી છે. આ ફેરફાર જૂની હૉલમાર્કિંગ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખશે અને પારદર્શિતા વધારશે.
Silver Jewellery : સપ્ટેમ્બરથી શું બદલાશે?
સરકારે વર્ષ 2021માં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું. હવે આ જ પેટર્ન પર ચાંદીના ઘરેણાં પર પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, તે હજુ પણ સ્વૈચ્છિક છે. ગ્રાહકો ઈચ્છે તો હૉલમાર્ક વિનાના ઘરેણાં પણ ખરીદી શકે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જેમ-જેમ લોકોમાં જાગૃતિ વધશે તેમ-તેમ તેઓ માત્ર હૉલમાર્કવાળી ચાંદી પર જ વિશ્વાસ કરશે. આનાથી નકલી ઘરેણાંની સમસ્યા ઓછી થશે અને ગ્રાહકને યોગ્ય ઉત્પાદન મળશે.
Silver Jewellery : શું ફાયદો
સુરક્ષા અને વિશ્વાસ: ગ્રાહકો એ ખાતરી કરી શકશે કે તેમણે અસલી ચાંદી ખરીદી છે.
Silver Jewellery : પારદર્શક બજાર: હૉલમાર્કિંગ કાળાબજાર અને ભેળસેળને રોકશે.
Silver Jewellery : ઉદ્યોગ મજબૂત બનશે: સ્થાનિક ચાંદી ઉદ્યોગની વિશ્વસનીયતા વધશે અને તે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાશે.
Silver Jewellery : રોકાણમાં લાભ: હૉલમાર્કવાળા ઘરેણાંની શુદ્ધતા સાબિત થઈ હોવાથી વેચાણ દરમિયાન સારી કિંમત પણ મળી શકે છે.