
BCCI એક અહેવાલ અનુસાર બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રોજર બિન્નીએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. હવે નવા અધ્યક્ષની પસંદગી સુધીમાં રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યવાહક પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોવાની ચર્ચા છે. રાજીવ શુક્લા અગાઉ બીસીસીઆઈના ઉપ પ્રમુખ હતા.
BCCI કયા આધારે દાવો કરાયો?
સૂત્રોના રિપોર્ટ અનુસાર બુધવારે બીસીસીઆઈની એપેક્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ ટોચની કાઉન્સિલની બેઠકનું નેતૃત્વ રાજીવ શુક્લાએ કર્યું હોવાની ચર્ચા છે. બેઠકનો મુખ્ય એજન્ડા પણ સ્પોન્સરશિપ અંગે હતો. કેમ કે તાજેતરમાં જ નવા કાયદાને કારણે ડ્રીમ11 એ બીસીસીઆઈને જણાવી દીધું હતું કે તે હવે ટીમ ઈન્ડિયાને સ્પોન્સર નહીં કરી શકે જેના કારણે નવા સ્પોન્સરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. તેને લઈને જ આ બેઠક થઇ હતી.