
Drugs : રાજ્યમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે 6 નવી ANTF યુનિટ્સ શરૂ કરાશે
Drugs : રાજ્યભરમાં ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, એટલે કે ANTF યુનિટ્સની રચના કરવામાં આવી છે
Drugs : ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પ સાથે, રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે. આ યુનિટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર કડક અંકુશ લગાવવાનો છે.

Drugs : વધારાનું મહેકમ અને સુપરવિઝન
Drugs : વર્તમાન નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે, આ ANTF યુનિટ્સમાં 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી, અને 13 પીઆઇનો સમાવેશ થાય છે. આ સાથે, નાર્કોટિક્સ સેલનું કુલ મહેકમ વધીને 211 થશે. આ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.
Drugs : ઝોનલ માળખું
Drugs : આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદરૂપ થશે અને ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી કરવામાં આવશે.
Drugs : કાર્યપદ્ધતિ અને વિશેષતાઓ
Drugs : તપાસમાં એકસૂત્રતા: આ યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
Drugs : ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ: નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર ગુના આચરતા તત્વો અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત કરીને ડેટા આધારિત સઘન કાર્યવાહી કરશે.
Drugs : PIT NDPS કાર્યવાહીને વેગ: ડેટા એનાલિસિસની મદદથી, ડ્રગ્સ માફિયાઓ સામે પાસાની જેમ જ પીટ એનડીપીએસ (Prevention of Illicit Trafficking in Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ કાર્યવાહીને વેગ મળશે.
Drugs : આ નિર્ણય ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક પગલું છે અને રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરશે.