SABARMATI: અમદાવાદની સાબરમતી નદીમાં જોરદાર પૂર

SABARMATI: અમદાવાદની સાબરમતી નદીમાં જોરદાર પૂર
SABARMATI: અમદાવાદની સાબરમતી નદીમાં જોરદાર પૂર

SABARMATI : ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં પૂર આવ્યું છે. વાસણા બેરેજના 28 દરવાજા ખોલી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. રિવરફ્રન્ટના વોક-વે ઉપર પાણી ફરી વળ્યા છે.

SABARMATI : સાબરમતીમાં રેતી ભરવા ગયેલા 7 યુવક ફસાયા, 24 કલાક બાદ રેસ્ક્યૂ

મહેસાણાના વડનગર તાલુકામાં આવેલા જૂની વાગડી ગામે પસાર થતી સાબરમતી નદીમાં શનિવારે સવારે સાત જેટલા યુવકો રેતી ભરવા માટે ટ્રેક્ટર લઈ નદીમાં ગયા હતા. આ દરમિયાન સાબરમતી નદીમાં અચાનક પાણી આવતા આ યુવકો ફસાઈ ગયા હતા. યુવકો બચવા માટે બેટ પર ચડી ગયા હતા. જોકે આ ઘટનાની જાણ ગામના લોકોનો થતા ગામના લોકો નદી કિનારે દોડી આવી તંત્રને જાણ કરતા તંત્ર રેસ્ક્યૂ માટે ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.

SABARMATI : શુક્રવારે મધરાતે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી હતી. કાલે આખો દિવસ પાણીનો પ્રવાહ વધુ અને વરસાદ વધુ આવતા રેસ્ક્યૂમાં અડચણ આવી રહી હતી. બીજી બાજુ સ્થાનિક ફાયરની ટીમ રેસ્ક્યૂ કરવા જતાં બોટ પલટી મારતા તરવૈયા પણ બોટ સાથે તણાયા હતા. જોકે અન્ય ટીમે દોરડા નાખી તેઓને બચાવી લીધા હતા.

SABARMATI : આજે વહેલી સવારે NDRFની ટીમોને બોલાવવામાં આવતા આ ટીમો દ્વારા રેસ્ક્યૂ કરી સાત યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી બાજુ યુવકો આખી રાત ભૂખ્યા-તરસ્યા ટ્રેક્ટરની ટ્રોલી નીચે રાત વિતાવવા મજબુર બન્યા હતા. જોકે રેસ્ક્યૂ બાદ કિનારે આવતા યુવકોએ અને રેસ્ક્યૂ ટીમોએ રાહતના શ્વાસ લીધો હતો.

SABARMATI : રેસ્ક્યૂ કરાયેલા યુવકોના નામ

1.ઠાકોર દિનેશજી અરજણજી

2. યોગેશજી રમેશજી ઠાકોર

૩. વાલાજી ફકીરજી ઠાકોર

4. પ્રવિણજી મફાજી ઠાકોર

5. વિરેશજી ઉદાજી ઠાકોર (રહે. તમામ શોભાસણ)

6. મકવાણા ક્મલેશભાઈ (રહે.વાગડી)

7. આદિવાસી અશ્વિન રમેશભાઈ (રહે. સંજેરી)

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *