2 MAN SNATCHED JEWELLERY : લખપત તાલુકાના પાનેલીમાં વિધિના નામે 2 શખ્સોએ મહિલા પાસેથી 1.80 લાખના દાગીના પડાવ્યા

2 MAN SNATCHED JEWELLERY : લખપત તાલુકાના પાનેલીમાં વિધિના નામે 2 શખ્સોએ મહિલા પાસેથી 1.80 લાખના દાગીના પડાવ્યા

2 MAN SNATCHED JEWELLERY
2 MAN SNATCHED JEWELLERY

2 MAN SNATCHED JEWELLERY : લખપત તાલુકાના પાનેલી ગામમાં વિધિ કરવાના બહાને બે અજાણ્યા શખ્સોએ મહિલા પાસેથી રૂ. 1.80 લાખના દાગીના પડાવી લીધા છે. પોલીસે આરોપીઓના સ્કેચ જાહેર કરી તપાસ શરૂ કરી છે.

વડોદરા નિવાસી વિજયાબેન પટેલ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે પોતાના વતન પાનેલી ગામે આવ્યા હતા. બપોરના સમયે બે અજાણ્યા વ્યક્તિઓએ તેમના ઘરે આવી અંજાર તાલુકાના પાંચિયા ગામથી આવ્યા હોવાનું જણાવ્યું. તેમણે લાખાપર ગામમાં ચાલી રહેલા રામદેવપીરના આખ્યાનમાં જમવા અને આખ્યાન જોવા માટે આમંત્રણ આપ્યું.

2 MAN SNATCHED JEWELLERY : આરોપીઓએ ઘરમાં તકલીફ હોવાનું જણાવી વિધિ કરવાનું કહ્યું. તેમણે પાણીના ગ્લાસમાં કંકુ, ચોખા, તુલસીના પાન સાથે ત્રણ સોનાની વસ્તુઓ નાખવાનું કહ્યું. વિજયાબેને બે તોલાની ચેન અને ત્રણ સોનાની વીંટી ગ્લાસમાં મૂકી. આરોપીઓએ આ ગ્લાસ ઘરના મંદિરમાં મૂકવાનું કહ્યું.

બંને શખ્સો સમાજવાડીમાં જમવા ગયાનું કહી નીકળી ગયા. વિજયાબેને પાછળથી તપાસ કરતા ગ્લાસમાંથી રૂ. 1.20 લાખની સોનાની ચેન અને રૂ. 60 હજારની ત્રણ વીંટી ગાયબ હતી. તેમણે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા સોનાના નામે અને વિધિના બહાને છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. આ ઘટનાથી પાનેલી ગામમાં ચકચાર મચી ગઈ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *