ILLEGAL SEND THEFT CAUGHT : માંડવીના ગઢશીશામાં પાસ-પરમીટ વગર 6 ટન ગેરકાયદે રેતી ભરેલા 2 ટ્રેક્ટર જપ્ત

ILLEGAL SEND THEFT CAUGHT : માંડવીના ગઢશીશામાં પાસ-પરમીટ વગર 6 ટન ગેરકાયદે રેતી ભરેલા 2 ટ્રેક્ટર જપ્ત

ILLEGAL SEND THEFT CAUGHT
ILLEGAL SEND THEFT CAUGHT

ILLEGAL SEND THEFT CAUGHT : લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજે ગઢશીશા વિસ્તારમાં મહત્વની કાર્યવાહી કરી છે. પીઆઇ એચ.આર.જેઠી અને પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે બે ટ્રેક્ટરમાંથી ગેરકાયદે રેતી જપ્ત કરી છે.

પ્રથમ ઘટનામાં ગઢશીશા મઉં ચોકડી પાસેથી GJ 08J7490 નંબરનું ટ્રેક્ટર પકડાયું હતું. આ ટ્રેક્ટરમાં આશરે 3 ટન રેતી ભરેલી હતી. ચાલક મગલ ઇસ્માઇલ કોલી (ઉંમર 21, રહે. ગઢશીશા) પાસે રોયલ્ટી પાસ-પરમીટ નહોતા.

બીજી ઘટનામાં ગઢસીશા કિશાન ચોકડી પાસેથી GJ 12 FA 1029 નંબરનું ટ્રેક્ટર પકડાયું. આ ટ્રેક્ટરમાં પણ 3 ટન રેતી ભરેલી હતી. ચાલક જીવાભાઇ મેગાભાઇ રબારી (ઉંમર 33, રહે. વડવા ભોપા, તા.નખત્રાણા) પાસે પણ જરૂરી દસ્તાવેજો નહોતા. ખાણ ખનીજ ધારાની કલમ-34 હેઠળ બંને ટ્રેક્ટર ડિટેઇન કરવામાં આવ્યા છે. આ મામલે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *