4 INCHES RAIN IN VALSAD : વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતાં દુકાનોમાં પાણી ઘૂસ્યાં. 14થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી

4 INCHES RAIN IN VALSAD : ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી છુટાછવાયા સ્થળોએ વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. 9 ઓગસ્ટના રોજ 1 મહિનાના વિરમબાદ વરસાદનું આગમાન થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. 10 ઓગસ્ટની મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર શરૂઆત થઈ છે.
વલસાડ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને MG રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો મહાદેવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છોટા ઉદેપુરમાં પણ વહેલી સવારે લગભગ 6 વાગ્યાના અરસામાં અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઇને રસ્તા પર પાણી જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી સવારના સમયે વરસાદ પડતા સવારના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ આખો દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ બની રહે છે.
વરસાદનાં આંકડાની વાત કરીએ તો સવારના 6થી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે પારડીમાં પણ અઢીં ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. છોટા ઉદેપુરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
6થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ

4 INCHES RAIN IN VALSAD : હવામાન વિભાગના લાંબાગાળાના પૂર્વાનુમાન મુજબ, આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી રહેશે. જો કે, 14 ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકે છે. 14થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદની વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા છે.