AHMEDABAD VADAJ : અમદાવાદના વાડજમાં કાર ચાલકે રિક્ષાને રિક્ષાને પાછળથી ટક્કર મારી 50 ફુટ જેટલી ઢસડી

અમદાવાદ શહેરમાં અકસ્માત ની ઘટનાઓનો સિલસિલો યથાવત્ છે.શનિવારે મોડી સાંજે વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ચાર રસ્તા નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઝડપે આવતી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતની અસર એટલી તીવ્ર હતી કે રિક્ષા આશરે 50 ફૂટ સુધી રસ્તા પર ઢસડાઈ હતી. આ ઘટનામાં નજીકમાં પાર્ક કરેલી એક એક્ટિવાને પણ નુકસાન થયું હતું.સદનસીબે,આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ શહેરમાં વાહનચાલકોની બેદરકારી અને રસ્તા સલામતીના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચામાં લાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વાડજના વ્યાસવાડી ચાર રસ્તા નજીક સાંજના સમયે બની હતી. એક કાર ચાલક, જે ઝડપે વાહન ચલાવી રહ્યો હતો, તેણે રસ્તા પર ચાલતી રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા 50 ફૂટ સુધી ઢસડાઈને રસ્તાની એક બાજુએ પાર્ક કરેલી એક્ટિવા સાથે અથડાઈ હતી, જેના કારણે એક્ટિવાને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.

આ અકસ્માતમાં રિક્ષા ચાલક અને અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. અકસ્માત બાદ કાર ચાલકે જવાબદારી દાખવતા તાત્કાલિક B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી અને ઘટના અંગેની જાણકારી આપી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.