BOGUS VISA BY 4 MEMBERS TEAM : બોગસ વિઝા બનાવીને લોકોને છેતરતી ગેંગના ચાર શખ્સોને ગુજરાત ATSએ ઝડપ્યા

BOGUS VISA BY 4 MEMBERS TEAM : બોગસ વિઝા બનાવીને લોકોને છેતરતી ગેંગના ચાર શખ્સોને ગુજરાત ATSએ ઝડપ્યા

BOGUS VISA BY 4 MEMBERS TEAM
BOGUS VISA BY 4 MEMBERS TEAM

BOGUS VISA BY 4 MEMBERS TEAM : આરોપીઓેએ 39 જણાને પણ લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવી આપેલા છે.

BOGUS VISA BY 4 MEMBERS TEAM : બોગસ સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્,ને આધારે વિઝા ઈશ્યુ કરતી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ પર ગુજરાત ATSની ટીમ સર્વેલન્સ રાખી રહી હતી. જેમાં કેટલાક શખ્સોએ લોકોને લક્ઝમબર્ગ તથા અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જેને આધારે પોલીસે તપાસ કરતા ગાંધીનગરમાં રહેતા મયંક જીતેન્દ્ર ભારદ્વાજ, અમદાવાદના તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર, મનીશ હરગોવનભાઈ પટેલ તથા તબરેજ ગુલામ રસુલ કશ્મીરી તથા તેમના મળતીયાઓએ બોગસ વિઝા બનાવી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.

BOGUS VISA BY 4 MEMBERS TEAM : બાદમાં પોલીસે મયંક ભારદ્વાજ અને તેજેન્દ્ર ગજ્જરને નોટીસ આપીને ATSની ઓફિસે બોલાવ્યા હતા. પુછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે મનીષ પટેલ મારફતે ભાવસાર હિમાંશુભાઈ રમેશચંદ્ર પાસેથી રૂ.9,50,000 લઈને લક્ઝમબર્ગના તા.12.5.2025થી 9.8.2025 સુધીના વિઝા અપાવ્યા હતા. તે સિવાય પટેલ અર્ચિત સંજયભાઈ પાસેથી રૂ.8,50,000 લઈને તેમને 12.5.2025થી 9.8.2025 સુધીના વિઝા અપાવ્યા હતા. પટેલ નિલેષ વિરાભાઈ પાસેથી રૂ.8,00,000 લઈને તેને પણ લક્ઝમબર્ગના 5.6.2025થી 2.9.2025 સુધીના વિઝા અપાવ્યા હતા. ઉપરાંત પરમાર સંજય જ્યંતીભાઈ પાસેથી રૂ.8,00,000 લઈને લક્ઝમબર્ગના 5.6.2025થી 2.8.2025 સુધીના વિઝા અપાવ્યા હતા.

જ્યારે સોકરીવાલ કૃણાલ વિજેન્દ્રસિંગના લક્ઝમબર્ગના 2.6.2025થી 30.8.2025 સુધીના વિઝા અપાવ્યા હતા. આ વિઝાનું કામ મનીષ પટેલ મુંબઈના તબરેજ કશ્મીરી પાસે કરાવતો હોવાનું બહાર આવ્યું હતું.ઉપરોક્ટ ભાવસાર હિમાંશુ, અર્તિત પટેલ, પટેલ નિલેશ વિરાભાઈ અને પરમાર સંજય જ્યંતીભાઈ તથા સોકરીવાલ કૃણાલે લક્ઢમબર્ગના વિઝાની કાઈ કરવા માટે તપાસ કરાવતા લક્ઝમબર્ગ એમ્બેસી તરફથી ઉપરોકત તમામ શખ્સોના વિઝા સાચા ન હોવાનું તથા ન્યુ દિલ્હીની લક્ઝમબર્ગની ઓફિસ તરફથી ઈશ્યુ કરવામાં આવ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.

BOGUS VISA BY 4 MEMBERS TEAM : તે સિવાય આ શખ્સોએ અગાઉ શોર્ટ ટર્મ(બિઝનેસ) વિઝા મેળવવા એપ્લિકેશન કરી હતી જેના જોબ ઓફર ડોક્યુમેન્ટ ખોટા જણાઆ આવતા વિઝા અરજીઓના મંજુર કરવામાંઆવી હતી.તે સિવાય આરોપીઓના મોબાઈલ ફોનમાંથી જાણવા મળ્યું હતું કે તેમણે આ ઉપરાંત 39 જણાને પણ લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવી આપેલા છે.જેને આધારે ATS ની ટીમે મુખ્ય સૂત્રધાર તબરેજ ગુલામ રસુલ કશ્મીરી, મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર અને મનીષ પટેલની અટકાયય કરીને વઝુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *