DUMPER ACCIDENT IN VIJAPUR : 7 કલાક રેસ્ક્યુ બાદ NDRFની ટીમ દ્વારા વજાપુર પાસેની 50 ફૂટ ઊંડા ખાડામાં પડેલું ડમ્પર બહાર નીકળ્યું

DUMPER ACCIDENT IN VIJAPUR : 7 કલાક રેસ્ક્યુ બાદ NDRFની ટીમ દ્વારા વજાપુર પાસેની 50 ફૂટ ઊંડા ખાડામાં પડેલું ડમ્પર બહાર નીકળ્યું

DUMPER ACCIDENT IN VIJAPUR
DUMPER ACCIDENT IN VIJAPUR

DUMPER ACCIDENT IN VIJAPUR : સતલાસણા તાલુકાના વજાપુર ગામ નજીક ડુંગર પાસે આવેલી ઊંડી ખાઈમાં ડમ્પર ખાબકતા ડ્રાઇવર ડમ્પર બંને લાપતા બન્યા છે. ગઈ કાલે(7 ઓગસ્ટ,2025) આ ડમ્પર ચાલક જમવા જતો હતો, એ દરમિયાન આ ઘટના બનવા પામી છે. ઘટના પગલે ફાયર સહિતની ટીમો ત્યાં દોડી આવી શોધખોળ આદરી હતી.

DUMPER  ACCIDENT IN VIJAPUR
DUMPER ACCIDENT IN VIJAPUR

આ દુર્ઘટનામાં, NDRFની ટિમ અને ફાયર વિભાગે સતત 7 કલાક રેસ્ક્યુ કરી ક્રેન મારફતે ડમ્પર ખાઈમાંથી બહાર કાઢ્યું હતું. જોકે, આ દરમિયાન ડ્રાઇવરનો મૃતદેહ ડમ્પરની કેબિનમાં ફસાયેલો મળી આવ્યો હતો, જે જોઈને ત્યાં હાજર લોકોમાં શોક ફેલાઈ ગયો હતો.

DUMPER ACCIDENT IN  VIJAPUR
DUMPER ACCIDENT IN VIJAPUR

ડમ્પરના માલિક અશ્વિન ભાઈએ જણાવ્યું કે, આ ઘટના કાલે 7 ઓગસ્ટના 1 વાગ્યે બનવા પામી હતી. ત્યારબાદ તંત્રને જાણ કરવામાં આવી આજે NDRF ટીમને બોલાવી હતી. જ્યાં ક્રેન મારફતે ડમ્પર બહાર કાઢવામાં આવ્યું હતું અને ડમ્પરની અંદર ડ્રાઇવર મૃત હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે ડ્રાઇવર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તેનું નામ લાહુરમણી કોલ છે. હાલમાં મૃતદેહને સતલાસણા પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.

સતલાસણા તાલુકાના વજાપુર ગામે સમરાપુર ગામની સીમમાં પહાડમાંથી પથ્થર તોડવાનું કામ ચાલે છે.આ જગ્યા પરથી કાલે એક ડ્રાઇવર ડમ્પર સાથે જમવા જતો હતો, એ દરમિયાન સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી બેસતા ડમ્પર સહિત ડ્રાઇવર 50 ફૂટ પાણી ભરેલા ખાઈમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતા વિસનગર, પાલનપુર ફાયર ટીમો અને મામલતદાર સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી તપાસ આદરી હતી.

DUMPER ACCIDENT  IN VIJAPUR
DUMPER ACCIDENT IN VIJAPUR

ગઈ કાલે (7 ઓગસ્ટ)ના મોડી સાંજ સુધી પાણીમાં તરવૈયા મારફતે શોધવા માટે પ્રયાસ કરાયા હતા. જોકે અંદર સુધી જવું સહેલું નહોતું, જેથી કેમેરો પાણીમાં અંદર ઉતારી તપાસ કરતા ડમ્પર જોવા મળ્યું હતું. કાલે રાત પડી જતા તંત્ર પરત ફર્યું હતું, ત્યારે આજે 24 કલાક વીતવા આવ્યા છતાં હજુ ડમ્પર કે ડ્રાઇવર બનેમાંથી કોઈને બહાર કાઢવામાં આવ્યા નથી.

સમગ્ર ઘટનામાં ફાયર ટીમનું રેસ્ક્યુ નિષ્ફળ જતા આજે NDRFની ટીમ બોલાવવામાં આવી હતી. ગાંધીનગર NDRFની ટીમના 26 લોકો રેસ્ક્યુ માટે આવ્યા છે. હાલમાં ટીમો પાણીમાં બોટ નાખી તરવૈયા ઓક્સિજન સાથે પાણીમાં ડમ્પર અને ડ્રાઇવરને શોધી રહ્યા છે. મહત્વનું છે કે, સતલાસણા પંથકમાં ખનીજ ખોદકામના કારણે પડેલા ઊંડા ખાડા જોખમ ઉભું કરી રહ્યા છે જેના કારણે આ ઘટના બનવા પામી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *