TRUMP REJECTS INDIA TRADE DEAL : ટ્રમ્પનો ભારત સાથે વેપાર કરાર ની વાતચીત નો ઇન્કાર, ભારત પર કુલ 50% ટેરિફ

TRUMP REJECTS INDIA TRADE DEAL : ટ્રમ્પનો ભારત સાથે વેપાર કરાર ની વાતચીત નો ઇન્કાર, ભારત પર કુલ 50% ટેરિફ.

TRUMP  REJECTS INDIA TRADE DEAL
TRUMP REJECTS INDIA TRADE DEAL

TRUMP REJECTS INDIA TRADE DEAL : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર પર વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી ટેરિફ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વાતચીત શરૂ થશે નહીં. અગાઉ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સાથે વેપાર કરાર પર વાતચીત કરવા માટે યુએસ અધિકારીઓની એક ટીમ આ મહિને ભારતની મુલાકાત લેશે.

ભારત પર અમેરિકાનો કુલ ટેરિફ હવે 50% સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પે બુધવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ટેરિફમાં 25% વધારો કર્યો હતો. વધેલો ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : આ ઉપરાંત ગુરુવારથી ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રશિયન તેલ ખરીદવાને કારણે ભારત સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટેરિફ વિવાદને કારણે બંને દેશ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોવા છતાં અમેરિકા ભારત સાથે સ્પષ્ટ અને ખુલ્લી વાતચીત કરી રહ્યું છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : ટોમીના મતે ટ્રમ્પે વેપાર અસંતુલન અને રશિયન તેલની ખરીદી અંગે પોતાની ચિંતાઓ ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે. તેમણે સીધી કાર્યવાહી (ભારત પર ટેરિફ) પણ કરી છે.

ટ્રમ્પના સલાહકારે ભારતને ટેરિફકિંગ ગણાવ્યું ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારતને ‘ટેરિફનો મહારાજા’ કહ્યો છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : ગુરુવારે મીડિયા સાથે વાત કરતાં નવારોએ કહ્યું હતું કે ભારત અમેરિકન માલ પર વિશ્વમાં સૌથી વધુ ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો લાદે છે. આનાથી અમેરિકન ઉત્પાદનો માટે ભારતીય બજારમાં પ્રવેશ કરવો મુશ્કેલ બને છે.

નવારોએ કહ્યું હતં કે ભારત રશિયન તેલ ખરીદવા માટે યુએસ ડોલરનો ઉપયોગ કરે છે. પછી રશિયા એ ડોલરનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે કરે છે, જે યુક્રેનમાં લોકોને મારી રહ્યા છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : ચીન સામે સમાન પગલાં ન લેવાના સવાલ પર નવારોએ કહ્યું કે ચીન પર પહેલાંથી જ 50%થી વધુ ટેરિફ છે. અમે એવું કોઈ પગલું ભરવા માગતા નથી, જે અમને નુકસાન પહોંચાડે.

ભારત પર 25% વધારાની ટેરિફ લાદવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો ટ્રમ્પે આ જવાબ આપ્યો. ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે અમેરિકા ફક્ત ભારત પર જ કડક કેમ બન્યું, જ્યારે ચીન જેવા અન્ય દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : આ એવા પ્રતિબંધો છે, જે સીધા કોઈ દેશ પર લાદવામાં આવતા નથી, પરંતુ ત્રીજા દેશ સાથેના તેના વેપાર સંબંધોને કારણે લાગુ કરવામાં આવે છે, એટલે કે ભારતને સીધા નિશાન બનાવવાને બદલે અમેરિકા એ કંપનીઓ અને બેંકો સામે કડક કાર્યવાહી કરી શકે છે, જે રશિયા પાસેથી તેલ ખરીદવામાં સામેલ છે.

રશિયા-યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. અમેરિકા લાંબા સમયથી આ નિર્ણય માટે ભારત પર દબાણ કરી રહ્યું છે, જોકે ભારત હંમેશાં કહેતું આવ્યું છે કે તેની ઊર્જા જરૂરિયાતો તેના રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : અમેરિકાએ તાજેતરમાં રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે તેલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલું અન્યાયી, ગેરકાયદે અને ખોટું છે. ભારત તેનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.

ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખ્યું છે: “ભારત સરકાર રશિયા પાસેથી સીધી અને આડકતરી રીતે તેલ આયાત કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ પર 25%નો વધારાનો ટેરિફ લાગુ થશે.”

TRUMP REJECTS INDIA TRADE DEAL : જોકે આ ટેરિફમાંથી મુક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ આપવામાં આવશે, જેમ કે જો માલ પહેલાંથી જ દરિયામાં લોડ થઈ ગયો હોય અને એ એના માર્ગ પર હોય અથવા જો એ ચોક્કસ તારીખ પહેલાં યુએસમાં પહોંચી ગયો હોય.

માર્ચ 2022ની શરૂઆતમાં અમેરિકાએ એક આદેશ જારી કરીને તેના દેશમાં રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો.

TRUMP REJECTS INDIA TRADE DEAL : હવે ટ્રમ્પ વહીવટીતંત્રને જાણવા મળ્યું છે કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે, જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આ કારણે અમેરિકાએ હવે ભારત પર આ નવો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે.”

એપ્રિલ 2025માં જારી કરાયેલા બીજા આદેશમાં ચોક્કસ ઉત્પાદનોને પહેલાંથી જ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી; એ યથાવત્ રહેશે.
આ માલમાં સેમિકન્ડક્ટર, સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ ભાગો, તાંબું અને અન્ય ધાતુઓ અને ખનિજોનો સમાવેશ થાય છે.
આનો અર્થ એ થયો કે ભારતમાંથી આ માલના શિપમેન્ટ પર હજુ પણ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં જરૂર પડે તો રાષ્ટ્રપતિ એમાં સુધારો કરી શકે છે, એટલે કે તેઓ ટેરિફદરમાં ફેરફાર કરી શકે છે અથવા વધુ નવી જોગવાઈઓ ઉમેરી શકે છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : મંગળવારે આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિએ 24 કલાકની અંદર ભારત પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા સાથે વેપાર કરીને યુક્રેન સામે રશિયન યુદ્ધ મશીનને બળ આપી રહ્યું છે. આ કારણે અમેરિકાએ કડક પગલાં લેવાની જરૂર છે.

TRUMP REJECTS INDIA  TRADE  DEAL
TRUMP REJECTS INDIA TRADE DEAL

TRUMP REJECTS INDIA TRADE DEAL : ટ્રમ્પે ગઈકાલે ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 250% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. CNBCને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ શરૂઆતમાં ફાર્માસ્યુટિકલ્સ પર નાનો ટેરિફ લાદશે, પરંતુ પછી એને 150% અને પછી દોઢ વર્ષમાં 250% સુધી વધારી દેશે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે દવાઓ અમારા દેશમાં જ બને. તેમનું માનવું છે કે અમેરિકા ફાર્મા ઉત્પાદનો માટે વિદેશી દેશો પર ખૂબ નિર્ભર છે, ખાસ કરીને ભારત અને ચીન પર. આ ટેરિફ ભારતીય ફાર્માક્ષેત્ર પર ખરાબ અસર કરી શકે છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : અમેરિકા ભારત પાસેથી જિનેરિક દવાઓ, રસીઓ અને સક્રિય ઘટકો ખરીદે છે. 2025માં ભારતની અમેરિકામાં ફાર્માસ્યુટિકલ નિકાસ $7.5 બિલિયન (લગભગ રૂ. 65 હજાર કરોડ)થી વધુ હતી.

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, યુએસમાં વપરાતી બધી જિનરિક દવાઓમાંથી લગભગ 40% ભારતમાંથી આવે છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : ચીન પછી ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી ફક્ત 0.2% (68 હજાર બેરલ પ્રતિ દિવસ) તેલ આયાત કરતું હતું. મે 2023 સુધીમાં એ વધીને 45% (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું, જ્યારે 2025માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારત રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ તેલ ખરીદી રહ્યું છે.

છેલ્લાં બે વર્ષથી ભારત દર વર્ષે 130 અબજ ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યનું રશિયન તેલ ખરીદી રહ્યું છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL : ભારતથી અમેરિકા જતી વસ્તુઓ, જેમ કે દવાઓ, કપડાં અને એન્જિનિયરિંગ ઉત્પાદનો પર 50% ટેક્સ લાદવામાં આવશે. આનાથી અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થશે. તેમની માગ ઘટી શકે છે. અમેરિકા સાથે ભારતનો વેપાર સરપ્લસ (વધુ નિકાસ, ઓછી આયાત) પણ ઘટી શકે છે.

સ્માર્ટફોન: ભારત 2025ના બીજા ક્વાર્ટરમાં ચીનને પાછળ છોડીને અમેરિકાને સ્માર્ટફોનનો સૌથી મોટો સપ્લાયર બન્યો છે. ભારતની સ્માર્ટફોન નિકાસે આ સેગમેન્ટમાં અમેરિકાના 44% હિસ્સા પર કબજો કર્યો છે. હાલમાં આના પર કોઈ ટેરિફ નહીં હોય, પરંતુ ભવિષ્યમાં 25% ટેરિફ તેમના ભાવમાં વધારો કરી શકે છે, જે સ્પર્ધાત્મકતાને અસર કરી શકે છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL
TRUMP REJECTS INDIA TRADE DEAL

હીરા અને ઝવેરાત: ભારત અમેરિકામાં $9 બિલિયન (લગભગ રૂ. 79 હજાર કરોડ)થી વધુ મૂલ્યના ઝવેરાતની નિકાસ કરે છે, જેમાં કુદરતી અને પ્રયોગશાળામાં બનેલા હીરા, સોના-ચાંદીના ઝવેરાત અને રંગીન રત્નોનો સમાવેશ થાય છે. નવા ટેરિફ તેમના ભાવમાં વધારો કરી શકે છે, જેનાથી ભારતીય ઝવેરાતની માગ ઘટી શકે છે અને નોકરીઓ માટે પણ ખતરો ઊભો થઈ શકે છે.

TRUMP REJECTS INDIA TRADE DEAL
TRUMP REJECTS INDIA TRADE DEAL

ઇલેક્ટ્રોનિક્સ: ભારત લગભગ $14 બિલિયન (લગભગ રૂ. 1.2 લાખ કરોડ) મૂલ્યનાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો, જેમ કે લેપટોપ અને સર્વર યુએસમાં નિકાસ કરે છે. જોકે યુએસ સેક્શન 232 તપાસને કારણે આ ઉત્પાદનો હાલમાં ડ્યૂટી-ફ્રી છે, જો ભવિષ્યમાં તેમના પર ટેરિફ લાદવામાં આવે તો ભારતની ખર્ચ-સ્પર્ધાત્મકતા ઘટી શકે છે.

TRUMP REJECTS INDIA TRADE  DEAL
TRUMP REJECTS INDIA TRADE DEAL

ફાર્માસ્યુટિકલ્સ: ભારતીય ફાર્મા ક્ષેત્ર વિશ્વભરમાં સસ્તી દવાઓનો મુખ્ય સપ્લાયર છે. અમેરિકા ભારતમાંથી જિનેરિક દવાઓ, રસીઓ અને સક્રિય ઘટકોની આયાત કરે છે, જેની નિકાસ 2025માં $7.5 બિલિયન (લગભગ રૂ. 65 હજાર કરોડ)થી વધુ હતી. જો ફાર્મા પર ટેરિફ લાદવામાં આવે છે તો એ ભારતની નિકાસ માટે મોટો ફટકો હશે, કારણ કે અમેરિકા ભારતની ફાર્મા નિકાસમાં 30%થી વધુ હિસ્સો ધરાવે છે.

TRUMP REJECTS INDIA  TRADE DEAL
TRUMP REJECTS INDIA TRADE DEAL

TRUMP REJECTS INDIA TRADE DEAL : ટેક્સટાઈલ અને કપડાં: ભારત હાથથી બનાવેલા રેશમથી લઈને ઔદ્યોગિક રીતે બનેલા સુતરાઉ કાપડ સુધીની દરેક વસ્તુની નિકાસ અમેરિકામાં કરે છે. 2025માં એનું મૂલ્ય $2.5 બિલિયન (લગભગ રૂ. 22 હજાર કરોડ)થી વધુ હતું. 25% ટેરિફ તેમના ભાવમાં વધારો કરશે, જે ભારતીય કાપડની માગને અસર કરી શકે છે અને આ ક્ષેત્રને નબળું પાડી શકે છે.

ભારત પર ટ્રમ્પનો 25% ટેરિફ આજથી લાગુ થશે: એક્સપોર્ટરોએ કહ્યું- આપણી પાસે માલ વેચવા માટે દુનિયાભરમાં બજારો; કયાં સેક્ટર પર કેટલી અસર પડશે

TRUMP REJECTS INDIA TRADE DEAL : આજથી એટલે કે 7 ઓગસ્ટથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. 25% વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આના કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે. ઓની માગ ઘટી શકે છે. ત્યાંના આયાતકારો અન્ય દેશોમાંથી માલ મગાવી શકે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદના સંયુક્ત સત્રમાં વિશ્વભરના દેશો પર ટેરિફની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા સતત નુકસાનમાં જઈ રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *