
PCB : પાકિસ્તાની ક્રિકેટની ઈંગ્લેન્ડમાં ધરપકડ, ગંભીર આરોપ
PCB: પાકિસ્તાની ક્રિકેટર હૈદર અલીની ઈંગ્લેન્ડમાં દુષ્કર્મના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એક પાકિસ્તાની મૂળની બ્રિટિશ યુવતીએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જોકે, ધરપકડ બાદ તેનો પાસપોર્ટ જપ્ત કરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા તેને તાત્કાલિક અસરથી હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.