Rakhi : ગાંધીનગર ખાતે 51 ફૂટ લાંબી રાખડી અનોખું આકર્ષણ

Rakhi : ગાંધીનગર ખાતે 51 ફૂટ લાંબી રાખડી અનોખું આકર્ષણ

Rakhi : નિસર્ગ વિમેન સાયન્સ કલબ ની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ 51 ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની

Rakhi : આપણી ભારતીય પરંપરામાં રાખડીનું ખૂબ જ મહત્વ છે. રક્ષા બંધનના પર્વ નિમિતે ભાઈના હાથે બેન રાખડી બાંધી, તેને શુભેચ્છાઓ પાઠવે છે. આવા પર્વોની ઉજવણી સાથે લોક જાગૃતિ માટે ઘણી સંસ્થાઓ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે. ઘણી શાળાઓમાં વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષને સાચવવાની જવાબદારી બાળકો લેતા હોય છે.આ ભલે પ્રતિકાત્મક થતું હોય પણ તેના થકી બાળકોમાં પર્યાવરણ જાગૃતિ આવતી હોય છે.

Rakhi : નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા છેલ્લા બે વર્ષથી મહિલાઓ માટે વિમેન સાયન્સ કલબ બનાવવામાં આવી છે. આ ક્લબ સાથે જોડાયેલ 120 બહેનો માટે તેમનામાં વિજ્ઞાનિક અભિગમ ખીલે તે માટે વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ વિમેન ક્લબની બહેનો દ્વારા 51 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી છે. 

Rakhi : આ રાખડીની વિશેષતા એ છે કે તેમાં સામજિક અને વૈજ્ઞાનિક જાગૃતિ કેળવાય તે પ્રકારના મેસેજ મૂકવામાં આવ્યા છે. 51 ફૂટ લાંબી રાખડીમાં 20 જેટલી થીમ આવરી લેવામાં આવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાઓ, મહિલા જાગૃતિ, સ્વચ્છ ભારત, પ્લાસ્ટિકના રાક્ષસને ભગાવો, જળ એજ જીવન, જળ પ્રદૂષણ ,ઓપરેશન સિંદૂર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ફાયદા- ગેરફાયદા, ચંદ્રયાનની સફળતા, પર્યાવરણ જાગૃતિ, સાત્વિક આહાર, પૃથ્વી બચાવો, જાહેર આરોગ્ય, ઓર્ગન ડોનેશન, ગગન યાન, કેન્સર જાગૃતિ જેવા વિષયો પર બનાવેલ રાખડી વિધાર્થીઓને જાગૃતિ માટે દેખાડવામાં આવશે.

Rakhi : સેક્ટર:7 ખાતે આવેલ જે.એમ.ચૌધરી સ્કુલમાં આ 51 ફૂટ લાંબી રાખડી વિધાર્થીઓને જોવા માટે મૂકવામાં આવી હતી. આ શાળાના 700 કરતાં વધુ વિધાર્થીઓએ આ રાખડી નિહાળી હતી. વિમેન ક્લબની અલગ અલગ થીમ પર બહેનોએ વ્યક્તિગત રીતે આ રાખડી તૈયાર કરેલ છે. આ રાખડી રવિવારના દિવસે સાયન્સ ક્લબના બાળકો માટે નિદર્શન હેતુ મુકવા આવશે.નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ આ રાખડી તૈયાર કરવામાં અને સમગ્ર કાર્યક્રમનું સંકલન વિમેન ક્લબના કન્વીનર મીતા ભટ્ટ, સહ કન્વીનર દીપિકા વાઘેલાએ તથા નિસર્ગ સાયન્સ સેન્ટરના કો ઓર્ડીનેટર શિવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ અને નેહલ કંપાવત દ્વારા કરવામાં આવ્યું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *