DEATH OF MOTHER AND SON : વડોદરાની સંજીવની હોસ્પિટલમાં માતા-પુત્રના મોત, બેદરકારીનો આક્ષેપ

DEATH OF MOTHER AND SON : વડોદરાની સંજીવની હોસ્પિટલમાં માતા-પુત્રના મોત, બેદરકારીનો આક્ષેપ

DEATH OF MOTHER AND SON
સંજીવની હોસ્પિટલ

DEATH OF MOTHER AND SON : વડોદરા (Vadodara) ના સોમા તળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ (Hospitel) માં થયેલી કથિત બેદરકારીના કારણે એક માતા અને તેના નવજાત બાળક (Child) ના મોતનો ગંભીર આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે, અને તેઓએ હોસ્પિટલના ડૉ. દલપત અને સંજીવની હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે આ મામલે ન્યાયની માંગણી સાથે વડોદરાના પોલીસ કમિશનર ભવન ખાતે રજૂઆત કરી છે.

DEATH OF MOTHER AND SON
સંજીવની હોસ્પિટલ

આ ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી પૂર્વે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સોનોગ્રાફી દરમિયાન ખોટી માહિતી આપવામાં આવી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.

DEATH OF MOTHER  AND SON
DEATH OF MOTHER AND SON

આ ખોટી માહિતીને કારણે ડિલિવરી દરમિયાન જટિલતાઓ સર્જાઈ, જેના પરિણામે નવજાત બાળકનું મોત થયું. આ ઉપરાંત, માતાની તબિયત પણ ઝડપથી બગડતાં તેનું પણ મોત નીપજ્યું. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારી અને ડૉ. દલપતની લાપરવાહીના કારણે આ દુઃખદ ઘટના બની.

DEATH OF  MOTHER AND SON
સંજીવની હોસ્પિટલ

આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.તેઓએ હોસ્પિટલના સંચાલકો અને ડૉ. દલપત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે હોસ્પિટલને સીલ કરવાની અને ડૉ. દલપતનું લાઇસન્સ રદ કરવાની માંગણી કરી છે. તેઓએ આ મામલે ન્યાય મેળવવા માટે વડોદરા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *