ગાંધીનગરના રાંદેસણ નજીક કાળ બની કાર, એક મહિલા સહિત 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ નજીક કાળ બની કાર, એક મહિલા સહિત 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેનાથી મોતનો આંકડો વધી શકે છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર કાર નંબર GJ-18-EE-7887 હિતેશ પટેલના નામે ગાડીનું રજિસ્ટ્રેશન થયેલું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત સર્જનાર કારચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે.

મેયરે આ વિશે વાત કરતા કહ્યું કે, ઘટનાની જાણ થતાં હું ઘટનાસ્થળે પહોંચી હતી. હું પહોંચી ત્યાં સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. જોકે બે લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.’ ગાંધીનગર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રવિ તેજાના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કારચાલકની ઓળખ પણ હિતેશ પટેલ તરીકે થઇ છે જે ખુદ કારનો માલિક હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *