મોહમ્મદ નશીદે કહ્યું કે, ‘જો ભારત ન હોત તો માલદીવ નાદાર થઈ જાત, દેશના પૂર્વ પ્રમુખનું મોટું નિવેદન

મોહમ્મદ નશીદે કહ્યું કે, ‘જો ભારત ન હોત તો માલદીવ નાદાર થઈ જાત, દેશના પૂર્વ પ્રમુખનું મોટું નિવેદન

ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ
દાયકાઓ જૂનો સંબંધ

ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ છે. જોકે, થોડા સમય પહેલાં બંને દેશોના સંબંધ વચ્ચે થોડો તણાવ જોવા મળ્યો હતો પરંતુ,  હવે બંને દેશોના સંબંધ ફરી એકવાર મજબૂત થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી 25-26 જુલાઈએ ત્યાં જઈ રહ્યા છે. જ્યાં આઝાદીની 60મી વર્ષગાંઠ પર મુખ્ય અતિથિના રૂપે સામેલ થશે. આ દરમિયાન પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે મહત્ત્વની વાત કરી છે.

હકીકતમાં પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે ભારતની આર્થિક મદદ માટે ખુલ્લા મનથી આભાર માન્યો છે. નશીદે કહ્યું કે, ‘જો ભારત ન હોત તો અમે નાદાર થઈ જાત. અમે સૌથી ખરાબ આર્થિક સંકટથી પસાર થઈ રહ્યા હતા અને અમારા માથે દેવું પણ સતત વધી રહ્યું હતું, ત્યારે ભારતની સમયસર મળેલી સહાયે દેશને નાદાર થતા બચાવી લીધો.

નશીદે ભારત સાથેના સંબંધને ન ફક્ત આર્થિક મદદ સુધી સીમિત ન રાખતા કહ્યું કે, આ ભાગીદાર વિશ્વાસ અને ક્ષેત્રીય સહયોગ આધારિત છે. ભારત સાથે સંરક્ષણ સહયોગ… સમુદ્રી સુરક્ષા અને ડિઝાસ્ટર રિસ્પૉન્સ જેવા મુદ્દા પર અમારી ભાગીદારી ખૂબ જરૂરી છે. બંને દેશોની નીતિમાં હવે સ્થિરતા આવી ગઈ છે અને માલદીવની ‘ઇન્ડિાયા ફર્સ્ટ’ નીતિ પહેલાથી વધુ મજબૂત બની છે.

આ સાથે જ ભારતના આર્થિક વિકાસના વખાણ કરતા નશીદે કહ્યું કે, ‘ભારત હવે ચાર ટ્રિલિયન જીડીપી સાથે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. ભારતની ‘Neighbourhood First’ નીતિના કારણે માલદીવ જેવા દેશને ભારતની આર્થિક ગતિ સાથે જોડાવાની તક મળી.’

નશીદે આશા વ્યક્ત કરી કે, વડાપ્રધાન મોદીની યાત્રા પર્યટનને પણ નવી દિશા આપશે ખાસ કરીને ઉત્તર માં. ભારતની મદદથી બની રહેલું હનીમાડૂ એરપોર્ટ હવે લગભગ તૈયાર છે અને આ દક્ષિણ ભારતના શહેરોથી એક કલાકની દૂરી પર હશે. આ સંપર્ક બંને દેશોના પર્યટન અને વેપારના ક્ષેત્રે નવી ઊંચાઈ લાવશે. વડાપ્રધાનની યાત્રા સંબંધોને નવી મજબૂતી આપવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *