ACTION AGAINST BOOTLEGGERS : દારૂની હેરાફેરી કરતા લાકડીયા અને અંજારના નાની ખેડોઇના આરોપીઓને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાયા

ACTION AGAINST BOOTLEGGERS : દારૂની હેરાફેરી કરતા લાકડીયા અને અંજારના નાની ખેડોઇના આરોપીઓને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાયા

ACTION AGAINST BOOTLEGGERS
ACTION AGAINST BOOTLEGGERS

ACTION AGAINST BOOTLEGGERS : પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે બુટલેગરોને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી દ્વારા ભચાઉના લાકડીયાના જુસબ સુલેમાન ગગડા (37) અને અંજારના નાની ખેડોઇના કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા (39)ની ધરપકડ કરવામાં આવી છે.

બંને આરોપીઓ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને હેરાફેરી કરતા હતા. જુસબ સામે લાકડીયા પોલીસ સ્ટેશનમાં પાંચ અને કુલદીપસિંહ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે.

એલસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર કચ્છ-ભુજને મોકલી હતી. કલેક્ટર આનંદ પટેલે દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા. ત્યારબાદ એલસીબીની ટીમે બંને આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે.

જિલ્લાના પૂર્વ વિભાગમાં કલેકટર આનંદ પટેલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 11 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હુકમો જારી કરવામાં આવ્યા છે. આ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમા, પીએસઆઈ ડી.જી.પટેલ અને સ્ટાફે કરી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *