Mangrol Bridge Demolished : માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું ને સ્લેબ ધરાશાયી, હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકો નદીમાં ખાબક્યા

Mangrol Bridge Demolished : માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું ને સ્લેબ ધરાશાયી, હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકો નદીમાં ખાબક્યા

Bridge
Bridge

Mangrol Bridge Demolished : જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક-આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ તંત્રનું કહેવું છે કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા હતા. આ પુલમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.

Bridge 1
Bridge 1

Mangrol Bridge Demolished : જોકે માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવાના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક એન્જિનિયર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પુલ તોડી પાડવાની આ કામગીરી ચાલતી હતી,

જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે જણાવ્યું હતું કે, માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી.

કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે. કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *