હવે આખા દેશમાં મતદારયાદી સુધારણા હાથ ધરાશે

હવે આખા દેશમાં મતદારયાદી સુધારણા હાથ ધરાશે
હવે આખા દેશમાં મતદારયાદી સુધારણા હાથ ધરાશે

હવે આખા દેશમાં મતદારયાદી સુધારણા હાથ ધરાશે

બિહારમાં મતદાર યાદીનું પુન:નિરીક્ષણ વિવાદમાં ઘેરાયેલું છે ત્યારે હવે ભારતના ચૂંટણી પંચે આગામી મહિનાથી સમગ્ર ભારતમાં મતદાર યાદી(એસઆઈઆર)ના વિશેષ સુધારા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સુધારો બિહારમાં ચાલી રહેલા વિશેષ સુધારા જેવો જ હશે. ચૂંટણીપંચે તમામ રાજ્યના ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે, તે 1 જાન્યુઆરી, 2026ને આધાર બનાવીને મતદારયાદીઓને પુન: ચકાસવાની તૈયારીઓ શરૂ કરે. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે તેને બંધારણીય જવાબદારી ગણાવી હતી અને ચૂંટણીપંચને બિહારમાં આ કવાયત ચાલુ રાખવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણીપંચના નિર્ણયને કેટલાક વિપક્ષી દળો અને અન્ય સંગઠનો દ્વારા સામે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

મતદાર
મતદાર

જો કે, સુપ્રીમ કોર્ટે તેમાં રોક મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે કેટલાક રાજ્ય ચૂંટણી અધિકારીઓએ તે રાજ્યોમાં છેલ્લે હાથ ધરવામાં આવેલા વિશેષ સુધારા પછી પ્રકાશિત મતદાર યાદીઓ જાહેર કરી છે. 2008ની મતદારયાદી દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જ્યારે છેલ્લો વિશેષ સુધારો રાષ્ટ્રીય રાજધાનીમાં થયો હતો. 

મતદાર છેલ્લું પુન:નિરીક્ષણ ઉત્તરાખંડમાં 2006માં થયું હતું અને હવે તે વર્ષની યાદી રાજ્યની વેબસાઇટ પર છે. ચૂંટણીપંચે કહ્યું છે કે, 28 જુલાઈએ બિહાર કેસની સુનાવણી બાદ તે રાષ્ટ્રવ્યાપી પુન:નિરીક્ષણ અંગે અંતિમ નિર્ણય લેશે. આ પ્રક્રિયા હેઠળ, વિદેશી ગેરકાયદેસર વસાહતીઓને તેમના જન્મ સ્થળની તપાસ કરીને દૂર કરવામાં આવશે. બિહારમાં આ વર્ષે અને અન્ય 2026માં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યોમાં બાંગલાદેશ અને મ્યાનમાર સહિતના ગેરકાયદેસર વિદેશી ઘૂસણખોરો પર કાર્યવાહીને પગલે રાષ્ટ્રવ્યાપી મતદારયાદીમાં સુધારો કરવાનો ચૂંટણીપંચનો નિર્ણય મહત્ત્વનો છે. 

બિહારની મતદારયાદીમાં વિદેશી નામો…! 

બિહારની મતદાર યાદીમાં નેપાળી, બાંગલાદેશી સહિત વિદેશી નાગરિકોનાં નામ હોવાના દાવા બાદ રાજકીય ઘર્ષણ સર્જાયું હતું. ચૂંટણીપંચના અધિકારીઓએ આ દાવા સાથે જણાવ્યું હતું કે, અમે મતદારયાદી પુન: નિરિક્ષણ માટે ઘરોઘર જતી ટીમોને નેપાળ, બાંગલાદેશ તેમજ મ્યાંમારમાંથી આવેલા લોકો મોટી સંખ્યામાં મળ્યા હતા. પંચના અધિકારીઓએ કહ્યું હતું કે, પહેલી ઓગસ્ટ પછીથી આવા લોકોની તપાસ થશે. 30મી સપ્ટેમ્બરનાં જારી થનારી અંતિમ મતદારયાદીમાં આવા વિદેશીઓનાં નામ સામેલ નહીં કરાય. રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આરોપ મૂકયો હતો કે,

મતદાર : ચૂંટણીપંચ હંમેશાં મોદી સરકારની કઠપૂતળી રહ્યું છે. બિહારમાં મતદારયાદીની પુન: ચકાસણી ગેરબંધારણીય છે. આ પગલાંનો હેતુ બહુસંખ્યક સરકારો સત્તામાં ટકાવવાનો છે તેવો આરોપ કોંગ્રેસ નેતાએ મૂકયો હતો. બિહારમાં વિદેશીઓ હોવાના ચૂંટણીપંચના દાવા પર રાજદ સાંસદ મનોજ ઝાએ જણાવ્યું હતું કે, આ સૂત્ર કોણ છે તેમને નથી સમજાતું. બિહારમાં એક પણ વિદેશી છે, તો તેના માટે જવાબદાર કોણ છે.

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *