Vadodra વડોદરામાં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Vadodra વડોદરામાં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Vadodra વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતા દોડધામ મચી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ બનાવના સ્થળે તપાસ કરી રહ્યા છે. વડોદરામાં એક પછી એક સ્કૂલને બોમ્બની ધમકી મળી રહી છે પરંતુ પોલીસ હજી ધમકીભર્યા ઇ-મેલ કરનાર સુધી પહોંચી શકી નથી. સમા વિસ્તારની નવરચના તેમજ ગુજરાત રિફાઈનરી સ્કૂલને ધમકી મળ્યા બાદ આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે

Vadodra અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી. જેથી સ્કૂલ છોડી દેવામાં આવી હતી અને તપાસ કરતાં કશું જ હાથ લાગ્યું ન હતું.આ દરમિયાનમાં દિવાળીપુરા વિસ્તારની ડી.આર.અમીન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળતા તાત્કાલિક શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હતું. વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્કૂલે આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્કૂલમાં દોડી ગયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *