Gujarat Rain Alert : 10 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

Gujarat Rain Alert : 10 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

Gujarat Rain Alert
Gujarat Rain Alert

Gujarat Rain Alert : ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતી રાઉન્ડમાં જ ગુજરાતના મોટાભાગના વિસ્તારો પાણી પાણી થયા છે. સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. હવે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં વધુ એક ચોમાસાનો મોટો રાઉન્ડ આવશે, કેમકે ગુજરાત માટે હાલમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.

તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ આવશે, આજથી જુલાઈ મહિનાની શરૂઆત થઇ ગઇ છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ૩ થી ૬ જૂલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે.

Gujarat Rain Alert : ૬ જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે 10 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. વરસાદ ૧૫ જૂલાઈ સુધી ચાલુ રહેશે. જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 2 જુલાઈ અને 3 જુલાઈએ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 30 થી 40કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે તેવી શક્યતાઓ છે.

Gujarat Rain Alert : અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સર્કિય થયું છે. જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. તેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ આવશે. ગુજરાતના સૌરાષ્ટ કચ્છમાં વરસાદની આગાહી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારી માં ભારેોતા અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દસાડા, માંડલ આજુબાજુના વનપરડી, કડવાસણ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તો સાણંદ, ધોળકા, લખ્તર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *