
તમિલનાડુના શિવકાશીની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ
તમિલનાડુના શિવકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 4 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો થી પ્રાપ્ત થયેલ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિરુધુનગર જિલ્લાના એસપી કન્નને જણાવ્યું હતું કે શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અંદરથી ફટાકડા ફૂટવાના અવાજો સંભળાયા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, મૃતકોની સંખ્યા વધીને 34 થઈ
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં દવા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. ફેક્ટરીમાંથી 31 મૃતદેહ મળી આવ્યા છે. તે જ સમયે 3 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. 30થી વધુ ઘાયલ છે.
સંગારેડીના એસપી પરિતોષ પંકજે આ માહિતી આપી છે. સોમવારે સવારે ફેક્ટરીના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત સવારે 8.15 થી 9.30 વાગ્યાની વચ્ચે પાસુમિલ્લારામ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત સિગાચી ઇન્ડસ્ટ્રીઝમાં થયો હતો.