PREPARATIONS FOR ELECTION IN KUTCH : કચ્છમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં બેલેટ પેપરથી થશે મતદાન, 129 પંચાયતોમાં 288 મતદાન મથકો તૈયાર

PREPARATIONS FOR ELECTION IN KUTCH : કચ્છમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં બેલેટ પેપરથી થશે મતદાન, 129 પંચાયતોમાં 288 મતદાન મથકો તૈયાર

PREPARATIONS FOR ELECTION IN KUTCH
PREPARATIONS FOR ELECTION IN KUTCH

PREPARATIONS FOR ELECTION IN KUTCH : કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લાની કુલ 129 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. આ પૈકી 108 પંચાયતમાં સામાન્ય ચૂંટણી થશે. ત્રણમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. સાત વિભાજિત ગ્રામ પંચાયત અને 11 ગામમાં પેટા ચૂંટણી થશે.

જિલ્લાની કુલ 166 પંચાયતો પૈકી 30 પંચાયતો સમરસ બની છે. સમરસ પંચાયતોમાં ભુજમાં સૌથી વધુ 9, અંજારમાં 6, મુંદરામાં 5, માંડવી અને ભચાઉમાં 3-3, રાપરમાં 2 તથા અબડાસા અને લખપતમાં 1-1 પંચાયતનો સમાવેશ થાય છે. નખત્રાણા તાલુકામાં તમામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.

ચૂંટણી પ્રક્રિયા માટે 288 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવશે. ફરજ પરના કર્મચારીઓને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવા માટેની તાલીમ આપવામાં આવી છે.

માધાપર, રવાપર અને રત્નાલ જેવા સમૃદ્ધ ગામોમાં પંચાયત રાજ મેળવવા ઉમેદવારોએ જોરદાર તૈયારીઓ કરી છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થશે.

YOGA DAY
YOGA DAY

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *