FIRE BREAKS OUT NEAR MUNDRA : મુન્દ્રા નજીક ભંગારના વાડામાં મધરાતે આગ લાગી, આગની જ્વાળાઓ 5થી 6 કિલોમીટર દૂર સુધી દેખાતી હતી.

FIRE BREAKS OUT NEAR MUNDRA : મુન્દ્રા નજીક ભંગારના વાડામાં મધરાતે આગ લાગી, આગની જ્વાળાઓ 5થી 6 કિલોમીટર દૂર સુધી દેખાતી હતી.

FIRE BREAKS OUT NEAR MUNDRA 1
FIRE BREAKS OUT NEAR MUNDRA 1

FIRE BREAKS OUT NEAR MUNDRA : મુન્દ્રા નજીક ભુપેન્દ્રસિંહ ભગવતસિંહ પરમાર (ભગુભા)ની વાડીમાં આવેલા ભંગારના વાડામાં મધરાતે આગ લાગી હતી. રાત્રે 12 વાગ્યે લાગેલી આગ સવારના 8 વાગ્યા સુધી સળગતી રહી હતી. આગની જ્વાળાઓ 5થી 6 કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. ખાનગી કંપનીના ફાયર વિભાગે રાતભર જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લીધી હતી.

મુન્દ્રા નજીક આવેલા એક ભંગારના વાડામાં ગત રાત્રીના 12 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કોઈ કારણોસર લાગેલી આગ સતત તીવ્ર બનતી ગઈ હતી અને સમગ્ર ભંગાર સામગ્રીમાં ફેલાઈ ગઈ હતી. મધરાત્રે લાગેલી આગ આજ પરોઢ સુધી યથાવત્ રહેતા આસપાસના લોકોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઇ હતી. એક તબક્કે વિકરાળ આગની જ્વાળાઓ 5 થી 6 કિલોમીટર દૂર સુધી જોવા મળી હતી.

આ અંગે મુન્દ્રા પોલીસનો સંપર્ક સાધતા જાણવા મળ્યું કે, ભુપેન્દ્રસિંહ ભગવતસિંહ પરમાર ઉર્ફે ભગુભાની વાડીમાં ચાલતા ભંગારના વાડામાં આગ લાગવાની ઘટના બની હતી. રાત્રિના 12 વાગ્યે લાગેલી આગ આજ સવારના 8 વાગ્યા સુધી સળગતી રહી હતી. આગને કાબુમાં લેવા અદાણીના ફાયર વિભાગે રાતભર જહેમત ઉઠાવી હતી.

સ્થાનિકે તપાસ કરતા આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી પરંતુ મોટાપાયે નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *