રાપર તાલુકામાં પાંચ ગામ સમરસ થતા 10 લાખની ગ્રાન્ટ મળશે, 24 ગામમાં ચૂંટણી યોજાશે

રાપર તાલુકામાં પાંચ ગામ સમરસ થતા 10 લાખની ગ્રાન્ટ મળશે, 24 ગામમાં ચૂંટણી યોજાશે

રાપર તાલુકા

રાપર તાલુકાની 29 ગ્રામ પંચાયત અને 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તાલુકાની પાંચ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. આ ગામોમાં ડાવરી, કલ્યાણપર, વેરસરા, ખેંગારપર અને રાસાજી ગઢડાનો સમાવેશ થાય છે.

મામલતદાર કચેરી ખાતે તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા અને નાયબ મામલતદાર બી.કે.કોરાટે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેટલાક ગામના વોર્ડ બિનહરીફ થઈ ગયા છે. આડેસર ગ્રામ પંચાયતના સરપંચ પદ સહિત અન્ય ગામમાં પેટા ચૂંટણી યોજાશે.

રાપર તાલુકા

સમરસ થયેલા ગામોના નવા સરપંચોની યાદીમાં કલ્યાણપરના ભાવનાબેન પરબતભાઇ કારોતરા, ખેંગારપરના હીરાબાઇ સામા વરચંદ, ડાવરીના પાર્વતીબેન અમરશી મશુરિયા, વેરસરાના અજીતસિંહ નાગુભા સોઢા અને રાસાજી ગઢડાના બાબીબેન હેમરાજભાઈ કોળીનો સમાવેશ થાય છે. સાંય ગામમાં રતનશી ભચુભાઈ મંજેરી સરપંચની પેટા ચૂંટણી યોજાશે.

સમરસ થયેલી પાંચ ગ્રામ પંચાયતને ધારાસભ્ય તરફથી પાંચ લાખ અને તાલુકા પંચાયત તરફથી પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, રાપર તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા અને નાયબ મામલતદાર બી.કે.કોરાટના વડપણ હેઠળ યોજાશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *