વારસદાર માટેના દસ્તાવેજ કરવા માટે 75 હજારની લાંચ લેનાર પાંચ જણા ની ABC એ ધરપકડ કરી

વારસદાર માટેના દસ્તાવેજ કરવા માટે 75 હજારની લાંચ લેનાર પાંચ જણા ની ABC એ ધરપકડ કરી

દસ્તાવેજ કરવા માટે 75 હજારની લાંચ લેનાર
દસ્તાવેજ કરવા માટે 75 હજારની લાંચ લેનાર

વારસદાર માટેના દસ્તાવેજ કરાવવા લાંચ લેનારા અમદાવાદ કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર સહિત પાંચ ઝડપાયા

વારસદાર માટેના દસ્તાવેજ કરવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ,75,000 ની લાંચ લેનારા બે એડવોકેટ સહિત પાંચ જણાની ACB એ ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ જતા તેની શોધ ચાલી રહી છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદીના એક ભાઇનું અવસાન થતા અને મરણજનાર પોતે અપરિણીત હોવાથી તેઓના સીધી લીંટીના વારસદાર તરીકે કોઇ હક્કદાર ન હતા. ફરીયાદીના અન્ય ભાઇ-બહેનોના નામો હક્કદાર તરીકે દાખલ થયેલા હતા. . જેને પગલે ફરીયાદીએ પોતાની તરફેણમાં હક્ક રીલીઝ કરવા માટે દસ્તાવેજ કરાવવા માટે એડવોકેટ રાજેશ ઉર્ફે રાજાભાઈ પ્રજાપતિનોનો સંપર્ક કરી આ કામગીરી સોંપી હતી. જેથી તેઓએ આ કામ કરવાના બદલામાં રૂ. ૧૪,૮૫૦/- ફી નક્કી કરી ગૂગલ પે મારફત મેળવી લીધા હતા.તેમજ નિયમોનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લીધી હતી.

આમ, આ પ્રમાણે ફી મેળવી લીધા બાદ ફરીયાદીના દસ્તાવેજની આગળની કાર્યવાહી નહીં થતા આરોપી રાજેશ પ્રજાપતિને પુછતા તેણે પેઢીનામામાં ‘ક્વેરી’ હોવાનું જણાવી, આ ‘ક્વેરી’ ઉકેલવા માટે પ્રજાપતિએ સાબરમતી-૧૩ ના સબ રજીસ્ટ્રારને રૂ. ૭૫,૦૦૦/- આપવા પડશે તેવું કહ્યું હતું અને આ લાંચનાં નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચનાં નાણાં આપવા માંગતા ન હોઈ તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરતાં, ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે આરોપી પ્રજાપતિના કહેવાથી આરોપી કુશ આર.મહેતા (પ્રજાજન) અને એડવકેટ ભારતી એમ.પરમારે રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચના નાણાં રૂ.૭૫,૦૦૦/- ફરીયાદી પાસે માંગણી કરી સ્વીકાર્યા હતા. આ નાણાંને આરોપી ભારતી પરમારે ભાગ પાડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને વહેંચણી કરી હતી. આ અંગે ભારતી પરમાર પાસેથી રૂ.૩૩,૫૦૦/-, આરોપી દલપતસિંહ જી.ઠાકોર પાસેથી રૂ.૪૦,૫૦૦/-, આરોપી ખ્યાતી ડી.જોષી પાસેથી રૂ.૫૦૦/- ની રકમ રીકવર કરવામાં આવી હતી.

જયારે આરોપી કરાર આધારિત ઓપરેટર બલદેવ ઉર્ફે બકુલ પરમારે રૂ.૫૦૦/- લઈ સ્થળ પરથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલ ભીડનો લાભ લઈ નાસી ગયો હતો. જેને પકડી નાણાં રીકવર કરવાની તથા આ લાંચના નાણાં લેવામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે? તે સંબંધે તપાસ ચાલુ છે તથા પાંચ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *