BULLDOZERS TURN ON ILLEGAL CONSTRUCTIONS : અમદાવાદ માં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

BULLDOZERS TURN ON ILLEGAL CONSTRUCTIONS : અમદાવાદમાં આજે સવારથી ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી વિસ્તારમાં રામનગર મેટ્રો સ્ટેશન પાસે ડિમોલિશન કરાયું છે. લાકડાના 4 પીઠામાં બુલડોઝર ચાલ્યું છે. શહેરમાં કુખ્યાત નઝીર વોરા પર AMCએ કાર્યવાહી હાથ ધરી છે.

BULLDOZERS TURN ON ILLEGAL CONSTRUCTIONS : અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરી છે, નોટિસ આપ્યા વગર ડિમોલિશન કર્યાનો આરોપ તંત્ર પર મૂકવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુખ્યાત નઝીર વોરા પર AMCએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પોલીસ અને તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે. અધિકારીઓ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાશે. કુખ્યાત આરોપી નઝીર વોરા પર 29થી વધુ ગુના નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં અગાઉ બાંગ્લાદેશીઓના ઠેકાણા તરીકે જાણીતું ચંડોળા તળાવે થોડા સમય પહેલા ઘૂસણખોરોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. બુધવારે 20 જેટલા ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા હતા. ફેઝ-1માં કુખ્યાત લલ્લુ બિહારીના આશિયાના પર સરકારનું બૂલડોઝર ફરી વળ્યું હતું. ત્યારે ફેઝ-2માં ચંડોળા તળાવનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
ચંડોળા ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હતા. ફેઝ-2માં આખા ચંડોળા તળાવની ફરતે ડિમોલિશન કરાશે. પોલીસ કમિશ્નરે AMC કમિશ્નર સાથે તમામ ચર્ચા કરી છે. જેમાં 3000 પોલીસ કર્મીઓ અને 25 SRP ટીમ તૈનાત રહેશે. ફેઝ-1માં 1.50 લાખ ચોરસ મીટર એરિયાનો સફાયો કરાયો હતો. ફેઝ-2માં 2.50 લાખ ચોરસ મીટર દબાણ હટાવાશે.